________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
જ્ઞાયક ભાવ થયેલા પર્યાય છે. અને એ અશુદ્ધતા પર્યાયમાં-અવસ્થામાંહાલતમાં બદલતી દશામાં-હુલન ચલનવાળી દશામાં અશુદ્ધતા છે, પણ નહિ બદલતી એવી સ્થિર ધ્રુવ વસ્તુમાં તે નથી. અહા ! જ્ઞાયકભાવ તો નહીં હલતો નહીં ચલતો સ્થિર ધ્રુવ છે.
પણ ઉત્પાવ્યયધ્રૌવ્યયુp સત્ છે તે? છતાં ધ્રુવ છે એ તો હલતો નથી ચલતો નથી અને પરિણમતો નથી. એવી એ ત્રિકાળી વસ્તુ છે. અને તેની દષ્ટિની અપેક્ષાએ અશુદ્ધપણું એ સંયોગજનિત વિકાર છે. તથા તે વિકાર દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે મુખ્ય નહીં એટલે કે તે છે ખરો એમ પેટામાં રાખ. અહા ! તેને તળેટીમાં રાખ. પણ ચઢવું છે તો ઉપરમાં અને ત્યારે તે એ તળેટી સાથે નહીં આવે તો કહે છે કે મલિનતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે અર્થાત્ મલિનતા નથી જતેનો અભાવ છે-એમ નથી હો. કેમ કે તો તો સંસાર પણ નથી, દુ:ખ પણ નથી અને વિકાર પણ નથી. પરંતુ એમ નથી. તે મલિનતા છે. છતાં પણ દ્રવ્યદષ્ટિની વસ્તુ જ્ઞાયકભાવની દષ્ટિની મુખ્યતાએ તે અશુદ્ધતાને ગૌણ કરીને “તે નથીએમ કહેવામાં આવ્યું છે. તો તેને ગૌણ કરીને, પેટામાં રાખીને, ઉપર ટોચમાં જવાનું છે. જેમ ઉપર જાય છે ત્યારે તળેટી નીચે રહી જાય છે. છતાં પણ તે છે ખરી તેમ રાગથી ભિન્ન પડીને સ્વરૂપની દષ્ટિ કરવા માટે અને તેમાં સ્થિર થવા માટે જ્યારે પર્યાયને ગૌણ કરે છે ત્યારે જ તેમાં સ્વરૂપમાં દષ્ટિ જાય છે અને તેમાં સ્થિર થાય છે. સ્વરૂપમાં! અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે (શ્રી જયચંદજીએ) બીજી ભાષામાં ગૌણનો અર્થ કરી સમજાવ્યું છે કે દ્રવ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com