________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
જ્ઞાયક ભાવ અહા ! એ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ છે. તેની આદિ નથી તેમ જ તેનો અંત પણ નથી. એવી એ વસ્તુ સહજ સહજ.... સહજાન્મસ્વરૂપ ધ્રુવ છે. અને તેમાં “એ હું છું” એવો તેનો નિર્ણય તો છે નહીં. કેમ કે નિર્ણય કરવાવાળી તો પર્યાય છે કે જે અનિત્ય છે, પલટે છે અને હલચલવાળી છે. તો, પર્યાય તેમાં નથી. પરંતુ પર્યાય નિર્ણય કરે છે માટે પર્યાય, પર્યાયમાં તો છે જ લોજિક બહુ કઠણ છે ભાઈ ! વીતરાગનો મારગ-જિનેશ્વરનો મૂળ મારગ બહુ કઠણ છે. જગતને તો અત્યારે સાંભળવા પણ મળતો નથી. બહારમાં તો સેવા કરો, દેશસેવા કરો અને માણસની સેવા કરો-એવો ઉપદેશ મળે છે. પણ પ્રભુ ! પરની સેવા કોણ કરે? તેમ જ પરની સેવા એટલે શું? તેનો અર્થ શું?
પરદ્રવ્ય છે કે નહીં? હા, છે.
છે તો, તેની પર્યાય વર્તમાનમાં શું નથી? શું પર્યાય વિનાનું તે દ્રવ્ય છે?
ના, પર્યાય છે.
તો પછી તેની પર્યાયનું કાર્ય તો એ દ્રવ્ય કરે છે. તેમાં તું બીજાનું શું કરે? “હું બીજાની સેવા કરું છું” એવી જે માન્યતા છે તે જ મિથ્યાત્વ, ભ્રમ ને અજ્ઞાન છે. અહા! ત્રિલોકનાથ સર્વજ્ઞા જિનેશ્વરદેવ ને વીતરાગ પરમાત્મા એવા અનંત તીર્થકરોની આ વાણી છે. વર્તમાનમાં પણ વીસ તીર્થંકર પ્રભુ તો મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. તો, તેઓ જે કહે છે તે આ વાણી છે. શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા, આઠ દિવસ રહ્યા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com