________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
જ્ઞાયક ભાવ
૧૦૧
પ્રકાશના નૂરનું પૂર એવા તેજના પીંડમાં તે નથી.
અહા! તે અસ્તિ છે ને! અસ્તિ છે ને! અસ્તિ છે ને! તે છે ને! તો, તે છે તો, તેની મોજુદગી કેવી છે? તેની કાયમી મોજુદગી કેવી છે? કે તેની કાયમી મોજુદગી તો જ્ઞાન, આનંદ આદિના ૨સમય ધ્રુવ છે. એ એકરૂપ ત્રિકાળ છે. એટલે કે આદિ-અંત વિનાની તે ચીજ છે. તેની શરૂઆત નથી અને તેનો અંત પણ નથી. તથા વચમાં (વર્તમાનમાં) પણ કાયમ ધ્રુવપણે બિરાજમાન એ પ્રભુ છે, તો ચીજને ‘ સત ’ કહીને પર્યાયને ‘ અસત ’ કહી છે. અથવા પર્યાયપણે, રાગપણે એ ધ્રુવ પરિણમતો નથી એમ કહ્યું છે.
એમ કેમ કહ્યું ?
કેમ કે જે ધ્રુવ છે તે તો જ્ઞાયકભાવમય છે. જ્યારે એ પુણ્ય ને પાપ તો અચેતન ભાવ છે. જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો વિકલ્પ છે એ તો અચેતન છે. અચેતનનો અર્થ એ છે કે જે જ્ઞાયકરસમય ચિદાનંદ આત્મા છે તે તેમાં આવતો નથી. તેમ જ જ્ઞાયકનું જે કિરણ છે તે પણ પુણ્ય-પાપના ભાવમાં આવતું નથી.
શું કહે છે?
કે જે ત્રિકાળી ચીજ છે તે તો ધ્રુવ, જ્ઞાયકમય ધ્રુવ વજ્રનું બિંબ છે. જેમ વજ્ર હોય છે તેમ જ્ઞાનાનંદનું બિંબ ધ્રુવ ચીજ, પર્યાયની હલચલ વિનાની છે. પરંતુ તેનો-આ છે એવો-નિર્ણય કોણ કરે છે? એ પર્યાય નિર્ણય કરે છે. અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે અહા ! આખી દુનિયાથી વાત જ કાંઈ બીજી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com