________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes જ્ઞાયક ભાવ
૯૭
શ્રોતા:- પણ એમાં તો રૂપિયા મળે. જ્યારે આમાં શું મળે ?
પૂ. ગુરુદેવશ્રી:- ત્યાં ધૂળમાંય રૂપિયા મળતા નથી. કેમ કે રૂપિયા તો રૂપિયામાં રહે છે. પણ મને રૂપિયા મળ્યા એવી મમતા તેને મળે છે. શું તેને પૈસા મળે છે? (ના) કારણ કે પૈસા તો પૈસામાં રહે છે. શું તે આત્મામાં આવે છે? (ના) મને પૈસામાં રહે છે. હા જે આ જ્ઞાનની પર્યાય થઈ તે તેમાં રહી છે એમ કહેવામાં આવે છે.
ચૈતન્યમૂર્તિ, ચૈતન્ય પ્રકાશનો પુંજ-પીંડ, ચૈતન્ય પ્રકાશનું પૂર જે ત્રિકાળી પ્રભુ આત્મા છે તેનું જેમાં જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાય તેમાં રહી છે. કેમ કે તેના આશ્રયથી, તેના અવલંબનથી અથવા તેનાથી તે પર્યાય થઈ છે. આવું આકરું કામ છે. પણ અરે ! આની કયાં નવરાશ-ફુરસદ છે? બાળક હોય ત્યારે રમતમાં વખત જાય, યુવાન થાય ત્યારે સ્ત્રીના મોહમાં સમય જાય અને વૃદ્ધાવસ્થા થાય ત્યારે શરીર જીર્ણ થાય એટલે થઈ રહ્યું જીવન પરાધીન થઈ જાય. માટે આમાં જો પહેલેથી કામ ન લીધું હોય તો પછી પાછળથી તે નહીં લઈ શકે. શાસ્ત્રમાં પણ એવું આવે છે ને કે શરીરની જરા-જીર્ણતા ન આવે, શરીરની ઇન્દ્રિયો હીન ન થાય, શરીરમાં રોગ ન આવે તે પહેલાં કામ કરી લે. પછી નહીં થાય. આપણા અષ્ટપાહુડમાં આવે છે, (ભાવપાહુડ ગા. ૧૩૨ ) વૃદ્ધાવસ્થા ન આવી જાય, શરીરમાં રોગ બહાર ન આવે અને ઇન્દ્રિયો હીણી ન થઈ જાય ત્યાં સુધીમાં આત્માનું કામ કરી લે. પછી નહીં કરી શકે. તારી જિંદગી નિષ્ફળ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com