________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
જ્ઞાયક ભાવ ચાલી જશે. રખડવા માટે તો સફળ, દુઃખ ભોગવવા માટે તો સફળ, આવું સત્યસ્વરૂપ છે. અહીં કહે છે કે શાકભાવ સ્વયં શુદ્ધ છે. “આ શુદ્ધનયનો વિષય છે.'
જોકે શુદ્ધનયનો વિષય તો ત્રિકાળી આત્મા છે. પણ તે વિષયને જ્યારે જાણ્યો ત્યારે તેને શુદ્ધ કહેવામાં આવ્યો ને ! એટલે એ અપેક્ષાએ પર્યાયને પણ શુદ્ધનયનો વિષય કહેવામાં આવે છે. અહા ! છે તો શુદ્ધનયનો વિષય ત્રિકાળી શુદ્ધાત્મા. પણ તેનો વિષય કરતાં જે નિર્મળપર્યાય પ્રગટ થઈ તે પણ એ બાજુ એટલે કે શુદ્ધાત્માબાજુ ઢળી ગઈ છે ને! એટલે તે નિર્મળપર્યાયને પણ એક ન્યાયે ૧૪મી ગાથામાં શુદ્ધનય કહેવામાં આવી છે. તેને આત્મા કહો કે શુદ્ધનય કહો કે અનુભૂતિ કહો એમ ત્યાં ૧૪ ગાથામાં એક અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. જ્યારે અહીં તો ત્રિકાળ શુદ્ધ આત્માને શુદ્ધનયનો વિષય કહ્યો છે.
હવે કહે છે કે અન્ય પરસંયોગજનિત ભેદો જે મલિનતા આદિ છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. પરસંયોગજનિત જે મલિનાદિ પર્યાય છે અથવા પ્રમત્તઅપ્રમત્તના જે ભેદ છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે.'
આમ કેમ કહ્યું?
કેમ કે તે દ્રવ્યની પર્યાય છે ને! માટે તે અપેક્ષાએ તેને અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહ્યો. તે મલિનપર્યાય અને પ્રમત્તઅપ્રમત્તપણું દ્રવ્યની પર્યાય છે ને! અર્થાત્ તે દ્રવ્યની પર્યાયમાં ઉત્પન્ન થયા છે ને! માટે એ અપેક્ષાએ તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com