________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૨૫
જાણવાનું સર્વથા બંધ કરીને તેનાથી ભિન્નપણે ઉપાસના કરે અને જ્યારે તેનું લક્ષ છોડે છે ત્યારે વિકારનું લક્ષ પણ સાથે છૂટી જાય છે. આવો માર્ગ છે. અહીં અન્ય દ્રવ્યના ભાવોનો અર્થ કર્મ કર્મનો રસ આદિ કરવો પણ વિકાર ન લેવો. મોક્ષ માર્ગ પ્રકાશકમાં અન્ય દ્રવ્યોના ભાવોનો અર્થ પરદ્રવ્ય કર્યો છે. પંડિત શ્રી ટોડરમલજીએ જ આ અર્થ કર્યો છે. (સાતમો અધિકાર)
જ્ઞાયક ભાવમય આત્મા છે તો ત્રિકાળ શુદ્ધ પણ જે અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડીને સ્વ દ્રવ્યની પર્યાયમાં તેનું સેવન કરે છે ત્યારે તેને શુદ્ધ કહેવાય છે. એનો અર્થ એ થયો કે અન્ય દ્રવ્યના ભાવથી લક્ષ છૂટયું એટલે સ્વદ્રવ્યના તરફ ઉપાસના થઈ. એટલે વિકારનું લક્ષ પણ તેમાં સાથે છુટી ગયું, આ તો મૂળ દર્શનશુદ્ધિની વ્યાખ્યા છે.
,
અહા! મૂળ રકમ છે એ પવિત્ર ને શુદ્ધરૂપ જ્ઞાયક છે. અર્થાત્ છે એ તો છે. પણ એ ‘છે' તે કોને ખ્યાલમાં આવે? ‘છે' તે કોને પ્રતિતમાં આવે? ‘છે’ એનું જ્ઞાન કોને થાય? કે જે અન્ય દ્રવ્ય અને અન્યદ્રવ્યના ભાવનું લક્ષ છોડે. અર્થાત્ અન્યદ્રવ્યના ભાવમાં જે અસ્તિત્વપણાનું જોર છે તેને છોડે. અને અન્યદ્રવ્યના ભાવથી લક્ષ છૂટયું એટલે તેની પર્યાય અંતરમાં ચૈતન્યમય જ્ઞાયકભાવ તરફ ગઈ અને તે પર્યાયે તેનું સેવન કર્યું. જે વર્તમાન જ્ઞાન ને શ્રદ્ધાની પર્યાય છે તે પર્યાય પરનું લક્ષ છોડીને સ્વચૈતન્યના શાયકભાવનું જ્યાં લક્ષ કર્યું ત્યાં તે પર્યાયમાં શુદ્ધતાનું સેવન થયું એટલે કે શુદ્ધતામાં એકાગ્રતા થઈ. અને એકાગ્રતા થઈ ત્યારે તેમાં જણાવ્યું કે આ શુદ્ધ છે. બહુ ઝીણી વાત છે બાપુ !
Please inform us of any errors on rajesh@Atma Dharma.com