________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
જ્ઞાયક ભાવ તેથી તે શુભ કે અશુભભાવરૂપે જ્ઞાયક વસ્તુ થતી નથી. અને તે કારણે અર્થાત્ જ્ઞાયકવસ્તુ કે જે પદાર્થ છે તે શુભાશુભ રૂપે નહિ હોવાથી-શુભાશુભરૂપે નહિ પરિણમવાથી–તેમાં પ્રમત્ત અપ્રમત્ત એવા પર્યાયના ભેદો નથી, આ તો મૂળ ગાથા છે. જેમ લોકો છઠ્ઠીના લેખ કહે છે ને!
અહા! ચૈતન્યસ્વરૂપ-જ્ઞાયકસ્વરૂપ-વસ્તુ કે જે એકલા જ્ઞાનરસે, આનંદરસે, શાંતરસે, વીતરાગરસસ્વરૂપે જ બિરાજમાન છે તે રાગરૂપે કેમ થાય? એટલે કે જિનસ્વરૂપે-વીતરાગ સ્વરૂપે બિરાજમાન જ્ઞાયક ભાવમય આત્મા રાગરૂપે કેમ થાય?
પ્રશ્ન:- ત્યારે રાગરૂપે કોણ થાય છે?
સમાધાન- પર્યાયમાં રાગ થાય છે પણ વસ્તુમાં રાગ નથી. શીતળ... શીતળ... શીતળ એવા ચૈતન્ય પ્રકાશનો પુંજ ચંદ્ર છે. તો પછી તે અશીતળ એવા જે વિકાર ને આકુળતા છે તે રૂપે કેમ થાય?
એ વસ્તુ શું છે? (કવી છે?)
એ તો જિનચંદ્ર સ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા છે. ચૈતન્યના રસથી ભરેલો પ્રભુ છે. માટે તે વસ્તુ સ્વભાવ જ્ઞાયકભાવ, અચેતન એવા એ શુભાશુભ પરિણામના ભાવપણે કેમ થાય? તેથી તે ( જ્ઞાયકભાવ ) પ્રમત્ત-અપ્રમત્ત નથી. અહીંયાં સુધી તો આવી ગયું છે. હવે છેલ્લી એક મુદ્દાની લીટી રહી છે.
પ્રશ્ન:- જ્ઞાયકભાવને શુદ્ધ કેમ કહ્યો? જે શુભાશુભભાવે પરિણમતી નથી તે ચીજને તમે શુદ્ધ કેમ કીધી?
સમાધાન- તે શુદ્ધ તો છે જ. પણ કોને? જે તેને અન્ય દ્રવ્યના ભાવથી ભિન્નપણે એટલે તેનું લક્ષ છોડીને તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com