________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૯
જ્ઞાયક ભાવ નાખીએ... ભાઈ ! શરીરના બળિયા હોય તે અપવાસ કરે, ઉપવાસ નહીં હો. પણ અપવાસ. કેમ કે ઉપવાસ તો ભગવાન આત્મા કે જે જ્ઞાયકભાવ છે તેના સમીપમાં જઈને વસવુંપર્યાયમાં જ્ઞાયક ભાવને આદરવો તે છે. અર્થાત્ અતીન્દ્રિય આનંદની દશા પ્રગટ થાય તેને (ભગવાન) ઉપવાસ કહે છે. બાકી બધા અપવાસ છે. રાગમાં વસીને જે ઉપવાસ-ધર્મ કર્યો એમ માને છે, એ તો અપવાસ માઠો વાસ છે. કેમ કે ભગવાન જ્ઞાયકભાવને તો તેણે જોયો નથી. અહા ! જેનું મહા અસ્તિત્વ છે, જેનું મહા હોવાપણે અસ્તિત્વ છે, જેનું માહાભ્ય અસ્તિત્વ સ્વરૂપ છે એવા જ્ઞાયકભાવને તો તેણે જોયો નથી અને માન્યો નથી. માટે તેને માઠો વાસ છે.
અહીં કહે છે કે દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું જ છે એકાંત છે? (હા) નિશ્ચયનય છે તે સમ્યક એકાંત છે. અહા ! અંદર પ્રભુ આત્મા બિરાજમાન છે. કેમ કે જ્યારે કેવળજ્ઞાન થશે ત્યારે એ પર્યાય કયાંથી આવશે? શું પ્રભુ! એ કયાંય બહારથી આવશે? અંદરમાં શાકભાવની શક્તિ અને સ્વભાવ ભર્યો જ છે. તો, તે જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી. એટલે કે એ શુભાશુભભાવ કે જે મલિન પર્યાય છે, અચેતન છે તે રૂપે જ્ઞાયકભાવ થયો નથી. અને એ તો ટીકામાં આવી ગયું છે ને! કે જ્ઞાયકભાવ શુભાશુભભાવપણે થયો નથી એટલે કે જડ થયો નથી. ટીકામાં એ આવી ગયું છે. અહીં! આ કાંઈ કથા વાર્તા નથી. પણ આ તો પ્રભુ આત્માની ભાગવત કથા છે. ભગવત સ્વરૂપ પ્રભુ આત્મા અંદર છે. અને તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com