________________
૧૧૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ હવે કહે છે કે “અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી અશુદ્ધનય નામ પુણ્ય-પાપને “તે નથી” એમ કહ્યું, તે અસત્યાર્થ છે એમ કહ્યું, તેને અભૂતાર્થ કહ્યા, જૂઠા કહ્યા. તો “એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી” આકાશમાં ફૂલ નથી. શું આકાશને ફૂલ હોય છે? એમ પુણ્યપાપના અશુદ્ધ પરિણામ છે જ નહીં એમ છે નહીં. પણ તે તારી પર્યાયમાં છે. અને તે છે તો સ્વરૂપની દષ્ટિ કરવાથી તે દુ:ખ છૂટી જાય છે.
અહા! શુદ્ધનયનો-ચિદાનંદનો આશ્રય કરતાં તેના ફળમાં પૂર્ણ અતીન્દ્રિય આનંદ થાય છે. માટે સ્યાદવાદનું શરણ લઈ ત્રિકાળી શુદ્ધમાં અશુદ્ધતા નથી. પણ પર્યાયમાં અશુદ્ધતા છે એમ
અપેક્ષાથી બે પ્રકારનું જ્ઞાન કરીને અશુદ્ધતાનું શરણ છોડી દે અને ત્રિકાળી શુદ્ધનું શરણ લે. પણ અશુદ્ધતાનું જ્ઞાન રાખીને હો. એ તો ૧૪મી ગાથામાં તેની ટીકામાં અને ભાવાર્થમાં પણ આવે છે ને!
પણ અહીં તો ના પાડીને (કે અશુદ્ધતા નથી?) ભાઈ ! આ તો અશુદ્ધતા છે, પર્યાય છે એવું લક્ષ રાખ્યા પછીની વાત છે. પણ જો પર્યાય છે જ નહીં તો તો વેદાંત-એકાંત થઈ જાય છે કેમ કે વેદાંત પર્યાયને માનતા નથી. તથા જો તે પર્યાયને ન માને તો અનુભવ કોનો કરશે? ત્રિકાળનો અનુભવ કોણે કર્યો? દ્રવ્ય કર્યો કે પર્યાયે કર્યો? “આ ત્રિકાળ આત્મા છે' એવો નિર્ણય કોણે કર્યો? જો પર્યાય જ ન હોય તો પર્યાય વગર નિર્ણય અનિત્ય કરે છે. દ્રવ્ય નિત્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com