________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ
૫૩
અહા! કહે છે કે અમે તો રાગને, શરીરને કે જે કાંઈ દેખાય છે તેને તે કાળે જાણીએ છીએ. પરંતુ તેથી તેના આકારે જ્ઞાન થયું છે તે તેને કારણે થયું છે એમ નથી. પણ અમારા જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સ્વને જાણતાં પરને જાણવાનો અમારો પર્યાય અમારાથી અમારામાં થાય. અને તેને અમે જાણીએ છીએ. અરે! પ્રભુની વાણી તો જુઓ! અહા ! એવા સંતો સાક્ષાત્ મળે અને એવી વાણી સાંભળવા મળે તો...... ? ગજબ વાતુ છે ને !
તો કહે છે કે ‘ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો ’ જોયું ? શૈયાકાર અવસ્થામાં તે જ્ઞાયકપણે જ્ઞાનની પર્યાયપણે જણાણો છે, એટલે કે જ્ઞાનની પર્યાય તરીકે એ જણાણો છે પણ પરની પર્યાય તરીકે એ જણાણો છે એમ નથી. –એમ કહે છે, ભાઈ! માગ બહુ ઝીણો છે બાપુ! અને તેનું ફળ પણ અનંત સંસારનો અંત છે ને! જેનાથી અનંત સંસારનો અંત આવે અને અંત વિનાની સાદિ-અનંત પર્યાય પ્રગટે એ મારગડા બાપુ! કોઈ અલૌકિક હોય છે.
"
અહીં કહે છે કે શૈયાકાર અવસ્થામાં ’.... જ્ઞેયને રાગને જાણવાની અવસ્થામાં પણ ‘જ્ઞાયકપણે જે જણાયો' છે તે જ્ઞાયકની પર્યાયપણે જણાયો છે. પણ રાગની પર્યાય તરીકે તે જણાયો છે એમ છે નહીં તો કહે છે કે ‘Âયકૃત અશુદ્ધતા તેને નથી.' એટલે ? કે શરીરની ક્રિયા અને રાગ થાય તે વખતે તે રીતે જ્ઞાન પોતે પરિણમે અને તેને જાણે, છતાં તે શૈયકૃત અશુદ્ધતા-પરાધીનતા-જ્ઞાનના પરિણમનને જે થયું છે
Please inform us of any errors on rajesh@Atma Dharma.com