________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨
જ્ઞાયક ભાવ ૧૮ વાર તો આખું સમયસાર સભામાં ચાલી ગયું છે. અને હવે આ ૧૯મી વાર ચાલે છે. વસ્તુ બહુ ગહન છે. તેણે કયારેય સાંભળી નથી, વિચારમાં લીધી નથી કે શું ચીજ છે અને તેની દશામાં શું થાય છે.
અહીંયાં પહેલાં તો એ કહ્યું કે વસ્તુ છે એ તો ત્રિકાળ શુદ્ધ છે. અને તેની દષ્ટિ કરવી તે પણ શુદ્ધ છે. જ્યારે પર્યાયમાં અશુદ્ધતા આવે છે તે કર્મ સંયોગજનિત છે. અને તેથી મલિનતાને ભેદ પડે છે. હવે અહીંયાં જે જ્ઞાનપર્યાય થઈ છે તે સ્વજ્ઞયને જાણનારી અને પરજ્ઞયને જાણનારી એવી એ સ્વપર પ્રકાશક પર્યાય પોતાથી પોતાનામાં થઈ છે. છતાં એ પર્યાય દ્રવ્યમાં છે નહીં. કેમ કે પર્યાય તે ભેદ છે. અરે! સવારથી ઊઠે ત્યારથી આ કરોને, આ કરોને એમ આખો દિ' ધંધા-ધંધાપાપના ધંધા જે કરતા હોય એવા જીવને આવું સમજવાને નવરાશ ક્યાં મળે? એને ધરમ તો નથી. પણ પુણેય નથી કેમ કે બે-ચાર કલાક સત સાંભળવામાં આવતું હોય તો તો પુણ્ય પણ બંધાય. પણ ધર્મ નહીં હો. કારણ કે ધર્મ તો તે પુણ્યબંધના રાગથી ભિન્ન જે ભગવાન આત્મા છે–પૂર્ણાનંદનો નાથ જે શાકભાવ છે તેને દષ્ટિમાં લેતાં એટલે કે જે દૃષ્ટિમાં રાગ પર્યાય આદિને લીધા છે તે દષ્ટિમાં આખા ત્રિકાળી જ્ઞાયકને લેવો તેનું નામ સમ્યગ્દર્શન છે.
તો અહીંયાં કહે છે કે જેવું ય જ્ઞાનમાં પ્રતિભાસિત થયુંઆ પર્યાયની વાત છે હો. તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે-તે જાણનારી પર્યાય શાયકની છે. સ્વને જાણનારી અને પરને જાણનારી તે પર્યાય જ્ઞાયકની છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com