________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૯૧ જશે. જ્યાંથી ફરીને મનુષ્યનો અવતાર મળવો કઠણ પડશે. ધરમ તો કઠણ પડશે પણ મનુષ્યપણું મળવું કઠણ પડશે. આ ચીજ જેવી છે તેવી સમજમાં-જ્ઞાનમાં નહીં આવે ત્યાં સુધી તો બધા પરિભ્રમણના ભાવ છે.
અહીં કહે છે કે “જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે' જેવા રાગ અને શરીર છે તેવા તેને જાણ્યા તો એ (ખરેખર) જ્ઞાનની પર્યાય જાણવામાં આવી છે. પણ એ રાગનું જ્ઞાન થયું માટે રાગને જાણ્યો છે કે રાગથી જ્ઞાન થયું છે એમ છે નહીં. એ જ્ઞાનપર્યાયે પોતાને જાણ્યો અને તે પર્યાયમાં પરને પણ જાણું. તો, પરને લીધે પરનું જાણવું થયું છે એમ છે નહીં. પરંતુ એ તો પોતાનામાં સ્વપર પ્રકાશકપણાનું ભાન થયું છે-વિકાસ થયો છેપ્રગટ થયું છે. અને તે રાગથી પ્રગટ થયું નથી એટલે કે શરીરને જાણું તો શરીરથી જાણવાની પર્યાય ઉત્પન્ન થઈ નથી.
“અહા ! તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું ય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું –જેવા શરીર અને રાગ પ્રતિભાસિત થયા.... અહા! જેમ પોતાની પર્યાયમાં સ્વય જાણવામાં આવ્યું તેમ તે જ પર્યાયમાં પર પણ જાણવામાં આવ્યું. તેમ તે જ પર્યાયમાં પર પણ જાણવામાં આવ્યું. તો તે પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે”—એ જાણવાની પર્યાય તો જ્ઞાયકની જ છે. પણ એ રાગની પર્યાય નથી. આવી વાતુ છે! છઠ્ઠી ગાથા બહુ સારી છે. તેની ટીકા ચાલી ગઈ. આ તો હવે તેનો ભાવાર્થ ચાલે છે. અને આ સમયસાર તો ૧૯મી વાર ચાલે છે. ૧ થી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com