________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧
જ્ઞાયક ભાવ અને કયાં અનાદિથી રખડતું એમ ને એમ ચાલ્યું જાય છે ! અહા! મિથ્યાત્વથી ૮૪ના અવતાર કરી કરીને-કાગડાના, કુતરાના, નિગોદના ભવ કરી કરીને રખડી મરે છે. અરે, સાધુ પણ અનંતવાર થયો, દિગંબર સાધુ પણ અનંતવાર, સાધુ પણ અનંતવાર થયો. છતાં પણ દષ્ટિ રાગ અને પર્યાય ઉપર જ છે. પરંતુ જ્યાં પૂર્ણસ્વરૂપ ભગવાન આત્મા છે ત્યાં તેની ઉપાસના ના કરી. એનો અર્થ એ એ છે કે તેનો સ્વીકાર-સત્કાર ન કર્યો. એટલે કે તેનો આશ્રય ન લીધો.
અહીં કહે છે કે તે (જ્ઞાયક ભાવ) “ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે.” એ રાગ અને પર્યાયનું લક્ષ છોડી જે સ્વરૂપની સેવા કરનાર છે તેને તે શુદ્ધ કહેવાય છે. એટલે કે સ્વરૂપનું લક્ષ થતાં તેની પર્યાયમાં જે શુદ્ધતા થાય છે તે શુદ્ધતાએ દ્રવ્યની સેવા કરી અર્થાત્ શુદ્ધતાએ દ્રવ્યનો સ્વીકાર કર્યોશુદ્ધતાની પર્યાયે શુદ્ધ દ્રવ્યનો સ્વીકાર કર્યો. અને તેની તે શુદ્ધ પર્યાયમાં શુદ્ધ દ્રવ્ય જણાયું. તથા તેને માટે તેને (જ્ઞાયક ભાવને) શુદ્ધ કહેવામાં આવે છે. આ તો ગંભીર ભાષા છે ભાઈ ! અને આ તો ૧૯મી વાર વંચાય છે. સમયસાર પહેલેથી તે અંત સુધીકોઈવાર દોઢ વરસ, કોઈ વાર બે વરસ, કોઈવાર અઢી વરસ એમ ૧૮ વાર તો ચાલી ગયું છે. જ્યારે આ તો ૧૯મી વારની શરૂઆત છે ગજબ વાત છે.
અહા! ત્રણ લોકના નાથ વીતરાગ ભગવાનની વાણીની જાહેરાત સંતો આડતિયા થઈને કરે છે પ્રભુ! તું કોણ છો એ તને કયારે ખબર પડે! તું શાયક છો કે જેમાં શુભાશુભભાવ છે જ નહીં તેથી તેમાં પર્યાયભેદ પણ છે જ નહીં. પરંતુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com