________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ અહા ! કહે છે કે આત્મા વીતરાગસ્વરૂપ પ્રભુ છે. કારણ કે જો તે વીતરાગસ્વરૂપ ન હોય તો વીતરાગતા અને સર્વજ્ઞતા આવશે કયાંથી? શું તે કાંઈ બહારથી આવે તેવી છે? માટે, આત્મા વીતરાગસ્વરૂપે પ્રભુ છે. પરંતુ તેને જે આ રાગ દેખાય છે તે સંયોગજનિત અશુદ્ધ મલિન પર્યાય છે. જોયું? “અશુદ્ધપણું પદ્રવ્યના સંયોગથી આવે છે એમ કહે છે. એટલે કે તે પર્યાયમાં તે છે. અવસ્થામાં બિલકુલ રાગ છે જ નહિ એમ નથી. પરંતુ રાગ છે. અને તે અપેક્ષાએ તે સત્ છે. એટલે કે તે “છે” એમ તેનો અર્થ છે. પણ તે નથી જ એમ નથી. તે સર્વથા અસત્ છે એમ નથી.
પ્રશ્ન- ભ્રમણાથી શું રાગ ઉત્પન્ન કર્યો છે?
સમાધાન - પોતે રાગ ઉત્પન્ન કર્યો એ જ ભ્રમણા છે. સ્વરૂપમાં રાગ નથી અને સંયોગને લક્ષે તેને ઉત્પન્ન કર્યો એ જ મિથ્યાત્વ ને ભ્રમ છે. પરંતુ ભ્રમ પણ છે. કાંઈ ભ્રમ નથી એમ નથી. એ અશુદ્ધતાની અવસ્થા છે તેથી પર્યાયમાં ભ્રમ પણ છે કે આ શરીરાદિ હું છું. તો, એ ભ્રમ પણ છે. અને તે છે” એ અપેક્ષાએ ભ્રમ સત્ય છે. પરંતુ “છે” એ અપેક્ષાએ જ હો. ભલે તે ત્રિકાળ નથી માટે અસત્ છે. પણ તે વર્તમાનમાં છે. તે બિલકુલ છે જ નહિ એમ કોઈ કહે તો એ વસ્તુની પર્યાયને જ જાણતો નથી. અહીં ! દ્રવ્યને તો તે જાણતો નથી પરંતુ તેની પર્યાયને તે જાણતો નથી.
અહીં કહે છે કે અશુદ્ધપણું પરદ્રવ્યના સંબંધથી આવે છે. સંયોગ-સંબંધ એટલે કે પરદ્રવ્યનો સંયોગ અશુદ્ધપણું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com