________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 112 જ્ઞાયક ભાવ અહીં, (જ્ઞાયકભાવ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે એટલે કે વસ્તુ જે ધ્રુવ ચૈતન્ય પ્રભુ છે જે સમ્યગ્દર્શનનો વિષય છે તેમાં તો પ્રમત્ત-અપ્રમત્ત કે ચૌદ ગુણસ્થાન છે નહીં. અર્થાત્ પર્યાયનો ભેદ તેમાં છે નહીં. એમ કહ્યું. તો, ત્યાં પ્રમત્ત-અપ્રમત્ત એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠી ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાંથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠું, સાતમું, આઠમું-એમ તેરમું ને ચૌદમું ગુણસ્થાન એ વ્યવહાર નયની કથનીમાં છે. અશુદ્ધનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે. એ તો એકલો ચૈતન્યબિંબ છે, પ્રકાશનો પૂંજ છે, જાણવાવાળોજાણકસ્વરૂપ છે. તેમાં એ ગુણસ્થાનના ભેદો નથી. D ) 9 ઉs ) 8 [સમાપ્ત] Please inform us of any errors on rajesh@ AtmaDharma.com