________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ઉ૫૨ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન
શિષ્યને હવે પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધાત્મા કોણ છે? જોસૌ શુદ્ધ આત્મતિ શ્વેત્ જે સ્વથી એકત્વ છે ને ૫૨થી વિભક્ત છે. એવો શુદ્ધાત્મા છે કેવો કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ ? શિષ્યનો આ પ્રશ્ન અંતરથી આવ્યો છે કે આવો તે શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ ? અહા! આવી જિજ્ઞાસાથી જેને અંતરનો પ્રશ્ન ઊઠયો છે એવા શ્રોતાને ઉત્તર દેવામાં આવે છે. જુઓ બીજાં દ્રવ્યોને જાણવાનો એને પ્રશ્ન ઊઠયો જ નથી. કેમ કે છ દ્રવ્યો અને દ્રવ્યના ગુણ એ વાત તો સાધારણ વાત છે ગૌણ છે. પણ સ્વભાવથી એકત્વ ને રાગથી વિભક્ત એવો જે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે તે આત્મા કોણ છે, કેવો છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે. આવો પ્રશ્ન જેને અંત૨માંથી ઊઠયો છે એવા શ્રોતાઓને માટે આ ઉત્તર છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય પોતાની શૈલીથી વાત કરે છે.
અહા! અંદર વસ્તુ જે પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ આત્મા છે તે વિકલ્પના વિકારથી તદ્દન જુદો છે અને પોતાના પરિપૂર્ણ સ્વભાવથી એકત્વ અથવા અભેદ છે. તો એવો તે શુદ્ધાત્મા છે કોણ કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ ?
‘જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી ને પ્રમત્ત પણ નથી. એ રીતે એને શુદ્ધ કહે છે,' આગળ ટીકામાં કહેશે કે પોતે જે શુદ્ધ વસ્તુ છે તે પરથી ભિન્ન સ્વથી અભિન્ન છે, તે શુભાશુભ રૂપે થઈ જ નથી, જે જ્ઞાયકભાવ છે તે વસ્તુ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com