________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ
જ્ઞાયક ભાવ પરને જાણીને ત્યાં રોકાણી છે તે તો ભિખારીમાં ભિખારી રાંક પર્યાય છે. અર્થાત્ જે પર્યાયમાં ભગવાન આત્મા આવ્યો નથી પણ જેમાં પામર પુણ્ય ને પાપ-દયા, દાન ને વ્રતનો પામર રાગ જેમાં આવ્યો છે તે પર્યાય તો ભિખારી છે, પામર છે.
અત્યારે તો મુશ્કેલી પડે એવું છે. કેમ કે અત્યારે તો શ્રદ્ધાના નામે મોટા ગોટા છે. પછી ભલેને તે મોટાં વ્રત પાળે, ભક્તિ કરે અને કરોડો રૂપિયા મંદિરમાં ખર્ચે તો પણ તે બધા ગોટા છે, ફોફાં ખાંડે છે. કદાચિત રાગની મંદતા હોય તો પણ તે પુણ્યનાં થોથાં છે. તેમાં કાંઈ જન્મ-મરણનો અંત નથી પ્રભુ! ઊલટાનું એ બધાં તો જન્મ-મરણના બીજડાં છે. એ શુભભાવ પણ મારો છે અને તેને હું કરું છું એવો જે મિથ્યાત્વભાવ છે તે અનંતા ૮૪ના અવતારનો ગર્ભ છે. તેમાંથી અનંતા અવતાર થશે. નિગોદ, નરક અને પશુ-ઢોરના અવતારો તેમાંથી થશે. ત્યાં કોઈની સિફારિશ કામ નહીં આવે કે મેં ઘણાને સમજાવ્યા હતા અને ઘણાને જૈનમાં-વાડામાં ભેગા કર્યા હતા. બાપુ! એ વસ્તુ જુદી છે. અહીં તો કહે છે કે બોલવાનો વિકલ્પ પણ મારો નથી. અરે! ભગવાનનો ત્રણ લોકના નાથનો આત્મા અને તેમની વાણી પર મારી નથી. કેમ કે તેના લક્ષમાં જે હું જાઉં તો મને રાગ થાય છે. માટે એ લક્ષ છોડીને ચૈતન્ય ભગવાન શાયક ભાવની નજર કરું છું અહા ! પરમ પીંડ પ્રભુ આત્મા પાસે જ પડ્યો છે. એક સમયની પર્યાયની પાસે જ તે પડ્યો છે. તો, ત્યાં નજર કરતાં તે નજરમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન થાય છે. અને તેને એ આત્મા શુદ્ધ છે એમ કહેવામાં આવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com