________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ
૧૦૫
તે ત્રિકાળી સત્ત્વ છે. અને પુણ્ય-પાપના, દયા-દાનના અને કામ-ક્રોધના ભાવ પણ કે જે વર્તમાન પર્યાયમાં તેના અસ્તિત્વમાં તેના સતના સત્ત્વમાં પર્યાયના સત્ત્વમાં છે પણ પોતાનામાં છે ‘અશુદ્ધતા ૫રદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે’–એટલો ફેર છે. શુભાશુભભાવ-અશુદ્ધતા એ વસ્તુના પર્યાયમાં સત્ત્વ છે. સત્ત્વ નામ તેની ચીજ છે. અર્થાત્ પર્યાય પણ તેની ચીજ છે. પણ ફરક એટલો છે કે અશુદ્ધતા પુણ્ય-પાપના ભાવ સંયોગથી લક્ષથી થાય છે. તેથી તેને સંયોગનિત કહેવામાં આવે છે અશુદ્ધતા પ૨દ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે.
· અશુદ્ઘનયને અહીં તૈય કહ્યો છે ' એ પુણ્ય-પાપના ભાવને છોડવાલાયક કહ્યા છે. જેને ધર્મ પ્રગટ કરવો હોય, ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેને ત્રિકાળ જ્ઞાયકભાવ આદરણીય છે અને શુભાશુભભાવ તેને હૈય છે. છોડવાલાયક છે એમ કહે છે. ભાઈ! આની એક પંક્તિ પણ સમજવી કઠણ છે. કેમ કે આ તો સિદ્ધાંત છે. પણ આ કાંઈ કથા-વાર્તા નથી. આ તો ભાગવત-કથા છે. આ (બહારમાં ) પણ ભાગવત કથા કહે છે ને! અને નિયમસારમાં ( ગાથા ૧૮૭) છેલ્લે આવે છે ને કે આ ભાગવત કથા છે અહા! ભગવત્સ્વરૂપ ભગવાન આત્માની ભગવાન ત્રિલોકનાથે કહેલી આ ભાગવતકથા છે.
તો કહે છે કે પ્રભુ! તારી ચીજ તો તારું સ્વરૂપ તો ભગવતસ્વરૂપે ત્રિકાળ પડયું જ છે. પણ તારી પર્યાયમાં ભૂલ છે. પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ છે તો, એ
પુણ્ય-પાપના
Please inform us of any errors on rajesh@Atma Dharma.com