________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫
જ્ઞાયક ભાવ સ્વપર પ્રકાશક સકતિ હમારી,
તાતેં વચન-ભેદ ભ્રમ ભારી; શય દશા દુવિધા પરગાસી, નિજરૂપા પરરૂપ ભાસી..' ૪૬I
સ્વપ્રકાશ જ્ઞય અને પરપ્રકાશ જ્ઞય-બેય વસ્તુ જ્ઞય છે. ય, સ્વ અને પર બેય છે. છતાં પણ પરને જાણવા કાળે તો જ્ઞાનપર્યાય પોતે પોતાથી જાણે છે. અને એ અહીં સિદ્ધ કરવું છે.
ભાવાર્થ- છઠ્ઠી ગાથાની ટીકા થઈ ગઈ. ટ્વે તેનો ભાવાર્થ શું કહેવા માગે છે? કે આ આત્મા જે વસ્તુ છે તે દ્રવ્ય તરીકે શુદ્ધ છે. વસ્તુના સ્વભાવ તરીકે વસ્તુ (આત્મા) પોતે શુદ્ધ છે, પવિત્ર છે, નિર્મળ છે અને અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. અને તેની દષ્ટિ કરતાં એટલે કે તેનો આદર કરતાં તેને એ શુદ્ધ છે એવું જ્ઞાનમાં ખ્યાલમાં-આવે છે.
અહા! વસ્તુ તો શુદ્ધ છે–ત્રિકાળ શુદ્ધ છે. તેમ જ તે ચૈતન્યઇન ને આનંદકંદ છે. જ્યારે મલિનતા તો એક સમયની પર્યાયમાં દેખાય છે. પણ તેથી વસ્તુ મલિન નથી. વસ્તુ તો ત્રિકાળ નિર્મળ, પવિત્ર, શુદ્ધ, પૂર્ણ, અખંડ, અભેદ ને એકરૂપ છે?
પણ કોને! એ શુદ્ધ કોને છે ?
તેને જાણે તેને પણ જેના જ્ઞાનમાં એ વસ્તુ આવી નથી તેને એ છે નહીં. અહા ! એ પૂર્ણાનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુ આત્મા છે. પણ જેના ખ્યાલમાં એ આવ્યો નથી એને તો એ છે નહીં, ભલે વસ્તુ તો છે. પરંતુ તેને એ છે નહીં. કેમ કે તેને તો “એ શુદ્ધ છે' એવું (જ્ઞાન) છે નહીં. અહા ! દૃષ્ટિમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com