Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 13
________________ ૧૦ બહુ લાગણીના કારણે તથા આ ગ્રંથ ઉપરના બહુપ્રેમના કારણે એકાન્તાવસ્થામાં જાણે બેઠા હોય તેમ સંપૂર્ણ ધ્યાન અને કાળજી રાખીને આ મેટર તે બન્ને મહાત્માઓએ વાંચી આપ્યું છે અને યથાસ્થાને અનેકવિધ સુધારા પણ સૂચવ્યા છે. તે બદલ હું તે બન્ને મહાત્મા પુરુષોનો ત્રિવિધ ઉપકાર માનું છું. સમય ન હોવા છતાં આ કામ માટે સમય ફાળવ્યો છે તે બદલ ઘણો જ તેઓશ્રીનો આભાર માનું છું. કોઇ કોઇ વિષયનાં ઘણાં ખરાં આ મેટરનાં પાનાં પૂ. આચાર્યદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન શ્રી રશ્મિરત્નવિજયજી મ. તથા તેઓશ્રીની પાસે અધ્યયન કરતા મુનિવર્ગે પણ તપાસ્યાં છે. અને કેટલાંક સૂચનો પણ કર્યાં છે. તથા ત્રિસ્તુતિક સંઘના આચાર્ય મહારાજશ્રી પૂ. જયન્તસેનસૂરીશ્વરજી મ.શ્રીએ પણ કેટલોક ભાગ તપાસી આપ્યો છે. આ સર્વે ઉપકારી મહાત્મા પુરુષોનો ઘણો જ આભાર માનું છું. આ સર્વે મહાત્માઓનાં સૂચનો ધ્યાનમાં રાખી આ ગ્રંથ તૈયાર કરેલ છે. પંડિતજી શ્રી છબીલદાસભાઇએ પણ હૃદયની પૂર્ણ લાગણીપૂર્વક વિવિધ સૂચનો કર્યાં છે. તે બદલ તેઓનો પણ હું ઋણી છું બહુ જ ઉપયોગ રાખીને આ વિવેચન લખ્યું છે. છતાં છદ્મસ્થતાના કારણે, પ્રમાદના કારણે, તથા અનુપયોગદશાના કારણે કંઇ પણ નાની મોટી ભૂલ થઈ હોય તો તે બદલ સંઘ સમક્ષ ક્ષમા-યાચના માગું છું. તથા કોઇપણ ક્ષતિ જણાય તો તુરત જણાવવા કૃપા કરશો કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો કરી શકાય. આ પુસ્તકના પ્રકાશનમાં સુંદર પ્રૂફરીડીંગ કરવા બદલ પંડિતવર્ય શ્રી રતિલાલ ચીમનલાલ દોશીનો ઘણો જ આભાર માનું છું કે જેઓએ માત્ર પ્રૂફરીડીંગ જ કર્યું નથી. પરંતુ આ ગ્રંથનું વિવેચન જાણે તેઓએ પોતે જ લખ્યું છે એમ પોતાનું માનીને રાતદિવસનો સમય જોયા વિના અંતરની ઉર્મિથી આ કામ કર્યું છે. તથા વાકયરચના આદિના ઘણા ઘણા સુધારા સૂચવ્યા છે. તથા સુંદર છાપકામ, સુંદર બાઇન્ડીંગ અને સુંદર ટાઇપસેટીંગ કરવા બદલ “ભરત ગ્રાફિક્સ”નો પણ આભાર માનું છું. જેઓએ આટલું મોટું દળદાર પુસ્તક ટૂંક સમયમાં બીજાં કામો ગૌણ કરીને પણ તૈયાર કરી આપ્યું છે. આ ગ્રંથ અતિશય મનન-ચિંતન કરવાપૂર્વક વાંચવા જેવો છે વારંવાર વાગોળવા જેવો છે. શ્રી ચતુર્વિધ સંઘ તથા અન્ય આત્માર્થી-૫૨માર્થાભિલાષી જીવો આ ગ્રંથ પુનઃ પુનઃ વાંચે, ભણે અને સર્વે આત્માઓ આત્મકલ્યાણ પ્રાપ્ત કરે એજ આશા. સ્થાન : ૭૦૨, રામસા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯ (INDIA) ફોન : ૬૮૮ ૯૪૩. Jain Education International For Private & Personal Use Only લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 630