________________
અ યોગદષ્ટિસમુચ્ચય ઉપર પૂ. ગ્રન્થકર્તા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.શ્રીની જ બનાવેલી સ્વપજ્ઞ ટીકા છે. તથા ગુજરાતી વિવેચનોમાં... (૧) શ્રી દેવવિજયજી ગણિવર (કેશરસૂરીશ્વરજી મ. સા. વાળા)નું ભાષાન્તર છે. (૨) પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.નું વ્યાખ્યાનાત્મક શૈલીવાળું ભાષાન્તર છે. (૩) પૂ. યુગભૂષણવિજયજી મ. સા. (પંડિત મહારાજશ્રી)નું સા. શ્રી લલિતપ્રભાશ્રીજી
મ.સાહેબે સંકલન કરેલું વિવેચન છે. (૪) હમણાં જ પ્રકાશિત થયેલું પૂ. આ. શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ. સાહેબે કરેલ
ભાવાનુવાદવાળું વિવેચન છે. (૫) પૂ. ગણિવર્ય શ્રીમુક્તિદર્શનવિજયજી મ. સા. દ્વારા લખાયેલા “આઠદષ્ટિનાં અજવાળાં
ભાગ-૩, તથા... (૬) પંડિતજી શ્રી ડૉ. ભગવાનદાસ મનસુખલાલજીએ કરેલું અતિશય વિસ્તૃત વિવેચન છે.
આ વિવેચન કરનારાઓએ જુદી-જુદી શૈલીથી વિવેચન કર્યું છે.
અધ્યયન કરનારા જીવોને મૂળગાથા તથા સ્વપજ્ઞટીકાનાં પદો સરળ રીતે બેસે, તેમાંના પદાર્થો અધ્યયનના અર્થી જીવો બરાબર સમજી શકે અને બીજાને સમજાવી શકે તેવા પ્રકારનું લક્ષ્ય રાખીને “પાઠ્યપુસ્તક” રૂપે મેં આ ભાવાનુવાદ તૈયાર કર્યો છે. ગ્રંથકારશ્રીના આશયને અને ટીકાનાં પદોને સ્પષ્ટ કરવા પુરતું જરૂરી જ વિવેચન કર્યું છે. તથા વિષયાન્તર ન થઈ જાય તેની યથાયોગ્ય કાળજી રાખી છે.
ગ્રંથકર્તા પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સાહેબના જીવન વિષેની ઘણી ઘણી વાતો પૂર્વે પ્રકાશિત કરેલા “યોગશતક' નામના ગ્રંથની પ્રસ્તાવનામાં મેં આપેલી છે. ત્યાંથી જોઈ લેવા ભલામણ છે. તેઓનું વધારે જીવનચરિત્ર “પ્રભાવક ચરિત્ર”માંથી જાણી લેવા વિનંતિ છે.
આ ગ્રંથનું વિવેચન લખવામાં ઘણા મુનિ ભગવન્તોની તથા પાઠશાળામાં ભણતાં પૂ. સાધ્વીજી મહારાજશ્રીઓની બહુ પ્રેરણા કારણભૂત છે. તથા વિદેશમાં વસતા ભાઈઓની પણ સતત પ્રેરણાથી આ કાર્ય કરવાનું મેં સાહસ કર્યું છે. દેવ-ગુરુ-ધર્મની કૃપાથી તથા શ્રી સરસ્વતીદેવીની અમીદ્રષ્ટિથી આ કાર્ય ત્રણ વર્ષે નિર્વિઘ્ન પૂર્ણ થયેલ છે.
આ ગ્રંથ ઘણો જ ગહન છે. ગંભીર છે. સૂક્ષ્મ અર્થ યુક્ત છે. તેથી ઘણો ઘણો ઉપયોગ રાખવા છતાં ભૂલો થવાનો સંભવ છે. તેથી લખેલું લગભગ બધું જ મેટર મેં પૂજ્ય આચાર્યદેવ શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીને, તથા પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સાહેબને વંચાવેલ છે. તેઓશ્રી શાસનનાં નાનાં-મોટાં અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં મારા ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org