Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 10
________________ મળ્યું નથી. આ આત્માને “મોક્ષની સાથે જોડે તે યોગ” એવી વ્યાખ્યા લખીને યોગના નિરૂપણ માટે બનાવેલા તેઓશ્રીના ગ્રંથોમાં “શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય” નામના ગ્રંથનું યશોગાન અને મૂલ્યાંકન અધિકાધિક સર્વત્ર જોવા અને સાંભળવા મળે છે. શ્રી યોગવિંશિકા, યોગશતક, યોગદષ્ટિસમુચ્ચય અને યોગબિન્દુ અનુક્રમે ૨૦, ૧૦૦, ૨૨૮ અને પર૭ ગાથાના યોગવિષયક ચાર ગ્રંથો બનાવ્યા છે. પ્રથમના બેનું વિવેચન પ્રકાશિત કરીને આ ત્રીજા ગ્રંથનું વિવેચન પ્રકાશિત કરાય છે. અનાદિકાળથી આ જીવ મોહની પારતંત્રતાના કારણે કામસુખનો જ અર્થી હતો અને તેના કારણે કામસુખના ઉપાયભૂત અર્થ (ધન) અને સ્ત્રી આદિની પ્રાપ્તિમાં રસિક હતો. તે તરફ જ સુખ-બુદ્ધિ હોવાથી તેની પ્રાપ્તિમાં હર્ષ અને અપ્રાપ્તિમાં સદા શોક છે. આ સર્વે “ઓઘદૃષ્ટિ” કહેવાય છે. ભવાભિનંદી જીવોમાં આ દૃષ્ટિની જ પ્રધાનતા હોય છે. જ્યારે આ જીવ ચરમાવર્તમાં આવે છે. અને તથાભવ્યત્વનો કંઈક પરિપાક થાય છે. ત્યારે તે જીવમાં ઉત્તમ ગુરુ આદિના યોગે મોહની તીવ્રતા કંઈક મન્દ થાય છે. ધર્મતત્ત્વ ઉપર જે દ્વેષ હતો તે મોળો પડતાં મુક્તિ તરફ અષમાર્ગ આવે છે. “આત્મા” જેવું શરીરમાં એક ભિન્નતત્ત્વ છે. ઇત્યાદિ માર્ગ સમજાય છે. અને તે તરફ પ્રવર્તવાની ઇચ્છા થાય છે. આવી જે દૃષ્ટિ બદલાઈ તેને “યોગની દૃષ્ટિ” કહેવાય છે. મુક્તિ તરફની ભાવના જેમ જેમ વધતી જાય છે. તેમ તેમ આ દૃષ્ટિ તીવ્ર બને છે. તેના શાસ્ત્રકાર મહર્ષિએ આઠ ભાગ પાડ્યા છે. જે આઠ દૃષ્ટિઓનું ક્રમશઃ વર્ણન આ ગ્રંથમાં છે. આ કારણથી જ આ ગ્રંથનું નામ “શ્રી યોગદષ્ટિ સમુચ્ચય” રાખવામાં આવ્યું છે. (૧) મિત્રાદષ્ટિ આત્માને મિત્રની જેમ હિત-કલ્યાણ તરફ જે દોરે તે મિત્રાદષ્ટિ કહેવાય છે. આ દૃષ્ટિમાં મુક્તિ પ્રત્યે અદ્વેષભાવ પ્રવર્તે છે. ગાઢ અંધકારમાં જેમ અલ્પ પ્રકાશ પણ માર્ગદર્શક થાય તેમ આત્મહિત માટેનો અલ્પ બોધ કે જે તૃણના અગ્નિના પ્રકાશ સમાન છે. તે પ્રવર્તે છે. હિંસા-જુઠ-ચૌર્ય-મૈથુન અને પરિગ્રહસ્વરૂપ પાંચ પ્રકારના પાપના દેશથી અથવા સર્વથી ત્યાગ સ્વરૂપ પાંચ યમધર્માત્મક પ્રથમ યોગ અંગ પ્રવર્તે છે. તથા ધર્મક્રિયા કરવામાં ખેદ દોષ દૂર થાય છે. આ દૃષ્ટિ આવતાં જ આ જીવનું ચિત્ત પરમાત્મા પ્રત્યે બહુમાનવાળું સંશુદ્ધ કુશળ બને છે. ભાવવાહી સ્તુતિઓ દ્વારા વચનથી નમસ્કાર કરે છે. કાયાથી શુદ્ધ પ્રણામ કરે છે. સહજપણે જ ભવ તરફ ઉદ્વેગ પ્રવર્તે છે. આ બંધનોમાંથી ક્યારે છુટું ? દ્રવ્યથી નાના-મોટા અભિગ્રહો ધારણ કરી વ્રતપાલન તરફ આગળ વધે છે. શાસ્ત્ર પ્રત્યે હાર્દિક પ્રેમ અને તેનું વધારે પ્રસારણ કરે છે. દુઃખી જીવો ઉપર કરુણાભાવ, મહાત્માઓ પ્રત્યે અષ, સર્વત્ર ઉચિતાચરણનું સેવન, ક્રમશઃ યોગાવંચક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 630