Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 8
________________ પ્રથમવૃત્તિની પ્રસ્તાવના બા સંસારમાં અનંતાનંત જીવો છે. તે સર્વે જીવોનું સાધ્ય સુખ છે ને સાધન સુખના ઉપાયો છે. સુખ બે પ્રકારનું છે એટલે સુખના ઉપાયો પણ બે પ્રકારના છે. એક સુખ પાંચ ઇન્દ્રિયોના ભોગોનું સુખ કે જેને કામસુખ કહેવાય છે. તેના ઉપાયો રૂપે પ્રધાનપણે અર્થ અને સ્ત્રી આદિ છે. અને બીજું સુખ છે આત્માના ગુણોનું સુખ, કે જેને મોક્ષસુખ કહેવાય છે. તેના ઉપાયો રૂપે પ્રધાનપણે રત્નત્રયીની આરાધના સ્વરૂપ ધર્મ છે. આ રીતે કામસુખ અને મોક્ષસુખ એમ બે પ્રકારનાં સુખો જુદા જુદા જીવોને આશ્રયી સાધ્ય છે અને અર્થપ્રાપ્તિનો પુરુષાર્થ તથા ધર્મપ્રાપ્તિનો પુરુષાર્થ એ બન્ને સાધન રૂપ છે. સુખ બે પ્રકારનાં છે એટલે તે સુખના અર્થી જીવો પણ બે પ્રકારના છે. કામસુખના અર્થી જીવોને ભવાભિનંદી અર્થાત્ ભોગી જીવો કહેવાય છે. આવા જીવો કામસુખના ઉપાયભૂત એવા અર્થ-સ્ત્રી આદિમાં પ્રવર્તે છે. અને મુક્તિસુખના અર્થી જીવોને મુમુક્ષુસાધક અર્થાત્ યોગીજીવો કહેવાય છે. આવા જીવો મોક્ષસુખના ઉપાયભૂત એવા ધર્મકાર્યાદિ સાધનામાં વર્તે છે. ઉપરની વાતનું સામાન્ય ચિત્ર આ પ્રમાણે છે. | જીવન | સાધના | (૧) ભવાભિનંદીજીવો | અર્થ-સ્ત્રી આદિમાં પ્રવર્તે | કામસુખ (ભોગી જીવો) - સાધ્ય (૨) મુમુક્ષજીવો (યોગીજીવો) સાધકજીવો | ધર્મકાર્યાદિ સાધનામાં પ્રવર્તે મોક્ષસુખ સર્વે સંસારી જીવો ઉપર મોહરાજાનું પ્રાબલ્ય અનાદિકાળથી છે જ. તેના કારણે કામસુખની આસક્તિ અને તેના ઉપાયભૂત અર્થોપાર્જન અને સ્ત્રી આદિના વ્યવહારોની પ્રવૃત્તિ સહજપણે સવિશેષ હોય છે. આ પ્રવૃત્તિ અને પરિણતિ કોઇને પણ સમજાવવી પડતી નથી. જેમ જેમ વય:પરિપકવતા થતી જાય છે. અને જ્ઞાનસંજ્ઞા વધતી જાય છે. તેમ તેમ અનાયાસે કામસુખના ઉપાયોમાં પ્રવૃત્તિ અને કામસુખની પરિણતિ આવતી જ જાય છે. અને વધતી જ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 630