Book Title: Yogadrushti Samucchay Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 7
________________ છે આ આ ગ્રંથોની ટીકાઓ બનાવીને કંઇક અર્થો સ્લેટ ફર્યા છે ત્યારે જ વિઝ તો તે ગ્રંથોમાં આપણા જેવા અલ્પજ્ઞોનો કંઈક ચંચપ્રવેશ માત્ર 8 થઇ શક્યો છે. બાકી તો આ ગ્રંથો જાણવા અતિદુર્ગમ છે. તે જૈન સમાજના બધા જ ફિરકાઓમાં તથા જૈનેતર સમાજમાં પણ આ છે ગ્રંથો બહુ જ આદરમાનપૂર્વક ભણાય છે અને વંચાય છે. આઠ દૃષ્ટિઓ સ્વરૂપે શું આધ્યાત્મિક વિકાસ સમજાવવાનો ગ્રંથકારશ્રીનો આ અથાગ પુરુષાર્થ અતિશય * પ્રશંસનીય અને અનુમોદનીય છે. અમેરિકા કેનેડા જેવા વિદેશોમાં પણ ઘણા આત્માઓ આ ગ્રંથોનું અધ્યયન કરે છે. છેલ્લા થોડાક વર્ષોમાં આ યોગના ગ્રંથો ઉપર વર્તમાન સાધુસંત મહાત્માઓએ પણ જુદી જુદી સુંદરશૈલીથી વિવેચનો કે લખ્યાં છે અને સારી રીતે પ્રકાશિત કરીને યોગનું તત્ત્વ જગતના જીવોને સમજાવવા દ્વારા જૈનશાસનની અનુપમ સેવાભક્તિ કરી છે. અમે અમારા ક્ષયોપશમ મુજબ અને સાધુમહાત્માઓના પરિચય » અનુસાર શ્રી યોગવિંશિકા શ્રી યોગશતક અને શ્રીયોગદૃષ્ટિસમુચ્ચય એમ યોગસંબંધી આ ત્રણ ગ્રંથોના અભ્યાસની દૃષ્ટિને પુરેપુરી ધ્યાનમાં રાખીને વિવેચનો લખ્યાં છે. આ ત્રણે ગ્રંથોની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરી છે. યોગદષ્ટિ સમુચ્ચય તો એટલો બધો લોકભોગ્ય બન્યો છે કે જે અમારી પણ કલ્પના બહાર છે. આત્માર્થી મુમુક્ષુ જીવોને ખાસ વિનંતિ છે કે આવા ગ્રંથોનું વાંચન મનન અને શ્રવણ સદાય કરવા જેવું છે. મનની પરિણતિને નિર્મળ $ બનાવવામાં આવા ગ્રંથો મહા ઉપકાર કરનારા બને છે. આ ગ્રંથોના વિવેચનોમાં છદ્મસ્થતાના કારણે તથા અનુપયોગિતાના છે છે કારણે જે કંઈ નાની મોટી ભૂલ થઈ હોય તેની શ્રી ચતુર્વિધ સંઘ અમને ક્ષમા આપજો. અને તે ભૂલ સત્વરે અમને જણાવશો એવી વિનંતિ છે. શ્રી યોગવિંશિકા શ્રી યોગશતક અને શ્રી યોગદષ્ટિસમુચ્ચયની બીજી છે છે આવૃત્તિ અત્યારે ઉપલબ્ધ છે. જીડ એજ લિ. ૭૦૨, રામસા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા 9 અડાજણ પાટીયા, સુરત-૯ (INDIA) ફોન : (૦૨૬૧) ૬૮૮૯૪૩ જીરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 630