________________
ક્રિયાવંચક અને ફલાવંચકભાવની પ્રાપ્તિ, આવા પ્રકારના ઉત્તમ-ઉત્તમ ભાવો પ્રથમદષ્ટિમાં આવે છે. જેનું વર્ણન ગાથા ૧થી૪૦માં કરવામાં આવ્યું છે.
(૨) આ પ્રમાણે તારાદષ્ટિનું વર્ણન ગાથા ૪૧ થી ૪૮માં છે. (૩) ત્રીજી બલાદૃષ્ટિનું વર્ણન ગાથા ૪૯ થી પ૬માં છે. (૪) ચોથી દીપ્રાદષ્ટિનું વર્ણન ગાથા ૫૭ થી ૧૫૩માં છે. (૫) પાંચમી સ્થિરાદષ્ટિનું વર્ણન ગાથા ૧૫૪ થી ૧૬ ૧માં છે. (૬) છઠ્ઠી કાન્તાદૃષ્ટિનું વર્ણન ગાથા ૧૬૨ થી ૧૬૯માં છે. (૭) સાતમી પ્રભાષ્ટિનું વર્ણન ગાથા ૧૭૦ થી ૧૭૭માં છે. (૮) આઠમી પરાષ્ટિનું વર્ણન ગાથા ૧૭૮ થી ૨૨૮માં છે.
એકેક દૃષ્ટિનું વર્ણન ત્યાં સવિસ્તરપણે લખેલું જ હોવાથી અહીં પ્રસ્તાવનામાં તેનો વિસ્તાર કરતા નથી. આ વર્ણન એટલું બધું રસપ્રદ અને અધ્યાત્મદષ્ટિપ્રેરક છે કે જે કોઇ વાંચશે તે પુસ્તક પૂર્ણ કર્યા વિના મૂકશે જ નહીં એ વાત નિર્વિવાદ છે. આ આત્માને સંવેગ-નિર્વેદયુક્ત પરિણતિ પ્રાપ્ત કરવામાં આ ગ્રંથ અનુપમ સાધન છે.
પાંચમી સ્થિરા દૃષ્ટિમાં સમ્યકત્વ પ્રાપ્ત થવાથી ચોથું ગુણઠાણું આવે છે. છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં દેશવિરતિ અને સર્વવિરતિધર્મ આવે છે. સાતમી પ્રભા દૃષ્ટિમાં ક્ષપકશ્રેણી, ૮થી ૧૨ ગુણસ્થાનક, અને સામર્થ્યયોગનો પ્રથમભેદ ધર્મસત્યાસયોગ પ્રાપ્ત થાય છે. અને આઠમી પરાદષ્ટિમાં સામર્થ્યયોગનો બીજો ભેદ “યોગસન્યાસ” પ્રાપ્ત થાય છે અને સર્વજ્ઞકેવલી અવસ્થા તથા અયોગી ગુણસ્થાનક આવે છે.
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ આ યોગના ગ્રંથોમાં આત્મસાધનાનો જે સુંદર માર્ગ બતાવ્યો છે. તથા આત્માની પરિણતિને નિર્મળ કરવાનો સર્વોત્તમ ઉપાય બતાવ્યો છે તે સર્વે સાધક-અધ્યાત્મી-મુમુક્ષુ આત્માઓએ વાંચવા યોગ્ય છે અને ભણવા યોગ્ય છે. આ ગ્રંથમાં યોગાવંચક, ક્રિયાવંચક, અને ફલાવંચકનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે. ગોત્રયોગી, કુલયોગી, પ્રવૃત્તચક્રોગી અને નિષ્પન્નયોગીનું સ્વરૂપ સમજાવ્યું છે. ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ, અને સામર્થ્યયોગનું સ્વરૂપ સમજાવ્યું છે. આ ગ્રંથ ભણવાના અધિકારી અને અનધિકારીનું વર્ણન પણ કરેલ છે. ભવાભિનંદી જીવનું, દીક્ષાના અધિકારી જીવનું પણ વર્ણન છે. એકાન્ત ક્ષણિકવાદ અને એકાન્તનિત્યવાદનું માર્મિક ભાષામાં નિરસન કરેલ છે. તથા ૧ થી૪ દૃષ્ટિઓ ચરમાવર્તના કાળમાં મિથ્યાત્વ ગુણઠાણે આવે છે. પરંતુ તેમાં મિથ્યાત્વ મંદ-મંદ થતું જાય છે. જેથી મિથ્યાત્વ અવસ્થામાં વાસ્તવિક ગુણસ્થાનકતા ચોથી દૃષ્ટિ કાળે જ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org