Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * સારાંશ-પુદ્ગલોની વર્ગણાઓ એટલેકે પુદ્ગલોના પ્રકારો અનેક છે –તેમાંથી અમુક વર્ગણા કર્મરૂપ પરિણામ પામવાની યોગ્યતા ધરાવે છે. –આવી કર્મને યોગ્ય વર્ગણાને જ આત્મા ગ્રહણ કરે છે. -ગ્રહણ કરીને પોતાના આત્મ પ્રદેશો સાથે વિશિષ્ટ રીતે જોડે છે.
–અર્થાત્ જીવસ્વભાવે અમૂર્ત હોવા છતાં અનાદિ કાળથી કર્મસંબંધ વાળો હોવાથી મૂર્ત જેવો થઈ જવાને લીધે મૂર્તિ પુદગલોનું ગ્રહણ કરે છે.
– જે રીતે દીવો વાટ દ્વારા તેલને ગ્રહણ કરીને પોતાની ઉષ્ણતાથી તેને જુવાળારૂપે પરિણાવે છે, તેમ જીવ કાષાયિક વિકારથી, યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કર્મભાવ રૂપે પરિણાવે છે
* જીવ કર્મને અનાદિનો સંબંધ કઈ રીતે કહ્યો?
જીવ અને કર્મના અનાદિકાલિન સંબંધને સમજાવવાસોનું અને માટીનું ઉદાહરણ આપે છે. જેમ સોનું અને માટી કયારે ભળી ગયા તે કોઈનેય ખબર નથી છતાં સોનું અને માટી નો સંબંધ અનાદિ કાલિન છે. એ રીતે જીવ અને કર્મ ક્ષીર-નીર પેઠે એકમેકમાં ભળી ગયેલા છે તે વાત પણ અનાદિ કાલિન છે.
અહીંઆત્મા અને કર્મવર્ગણા બંનેમાં એકબીજાને સાથે જોડાવાનો સ્વભાવ છે માટે આવું બને છે. જેમ લોઢું અને અગ્નિ. લોઢાને તપાવતા તેમાં અગ્નિ પરસ્પર ગુંથાઈ જાય છે કારણકે તે બંનનો એવો સ્વભાવ છે. પણ જેને અગ્નિ સ્પર્શી ન શકે તે વસ્તુ સાથે અગ્નિ ગુંથાઈશકતો નથી જયારે અમૂર્ત આત્માને લાગેલી મૂર્ત વર્ગણાને લીધે તે પણ કંથચિત મૂર્ત જવો બની જતો હોય બીજી કર્મવર્ગણાને ખેંચીને પોતાની સાથે એકરૂપ બનાવે છે.
* પ્રશ્નઃ-આઠ પ્રકારના કર્મબન્ધ રૂપ એવા મિથ્યાદર્શનાદિ પાંચ સામાન્ય હેતુઓનું કથન પ્રથમ સૂત્રમાં કરેલું છતાં અહીં અલગ ગ્રહણ શામાટે કર્યું?
સમાધાનઃ- કષાયની પ્રધાનતાને પ્રતિપાદિત કરવા માટે તેનું અલગ કથન કરેલ છે. કષાયનું આવું જ ભિન્ન કથન આસ્રવ તત્વમાં પણ સૂત્રકારે આ પૂર્વે કરેલું જ છે.
જો કે યોગથી પણ કર્મ પુદ્ગલો ગ્રહણ થાય છે.છતાં ફકત યોગથી ગ્રહણ થતા પુદ્ગલો રસબંધ રહિતના હોય છે, પ્રકૃત્તિથી માત્ર શાતા વેદનીય જ હોય છે, સ્થિતિથી માત્ર એક સમયના હોય છે. જયારે કષાયો આઠેકર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ,ઉત્કૃષ્ટરસવગેરેમાં કારણભૂત બને છે. માટે કષાયની પ્રધાનતા રહે છે. તેથી કર્મબંધના વિશિષ્ટ કારણ રૂપે તેનો અલગ નિર્દેશ કર્યો છે.
* પ્રશ્ન - ફર્મયોપ્પાન એવા પ્રકારનાલઘુ નિર્દેશને બદલે મને યાયાન એવો પૃથફ વિભકિત નિર્દેશ શામાટે કર્યો છે?
સમાધાનઃ- mયોધ્યાન એવો પૃથફવિભકિત નિર્દેશ બે વાકયો ને સૂચિત કરે છે (१)कर्मणो जीव: सकषायो भवति (૨)ો યોગ્ય અર્થાત (૧)કર્મના કારણે જીવ સકષાયી હોય છે કર્મ રહિત જીવને કષાય નો સંબંધ હોઈ શકે નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org