Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧૧)આહારક-કાશ્મણ બંધન (૧૨)ઔદારિક-તૈજસ-કાર્પણ બંધન (૧૩)વૈક્રિય-તૈજસ-કાર્પણ બંધન (૧૪)આહારક-તૈજસ-કાશ્મણ બંધન (૧૫)તૈજસ-કાશ્મણ બંધન આ પંદરે બંધન સાથે નામ કર્મ શબ્દ જોડી દેવો (૬) સંઘાતનામ કર્મ - ૧ અથવા પ-પેટાભેદ સ્વોપજ્ઞ ભાષ્યમાં કોઈ પેટા ભેદ નથી, ટીકા, તથા કર્મગ્રન્થમાં પાંચ ભેદ છે. (૧)ઔદારિક સંઘાતન નામ કર્મ (૨)વૈક્રિય સંઘાતન નામ કર્મ (૩)આહારક સંઘાતન નામ કર્મ (૪) તૈજસ સંઘાતન નામ કર્મ
(૫)કાર્પણ સંઘાતન નામ કર્મ જે કર્મના ઉદયથી ઔદારિક આદિ શરીર રૂપે પરિણમવા યોગ્ય પુદ્ગલો ને પૂર્વ પરિણત પુદગલો નું પરસ્પર સાન્નિધ્ય હોય તે ઔદારિક આદિ સંઘાતન નામ કર્મ કહેવાય છે.
માદ્રિ શબ્દથી તે-તે સ્થાને વૈક્રિય વગેરે સમજી લેવા. (૭)સંસ્થાન નામ કર્મ-છ ભેદ પ્રસિધ્ધ છે:
૧-સમચતુરસ સંસ્થાન નામકર્મ-પલોઠીવાળીને બેસતાં જે શરીરના ચારે ખૂણા સમાન હોય અર્થાત આસન અને કપાળનું અંતર,બન્નેઢીચણ વચ્ચેનું અંતર,ડાબો ખભો અને જમણા ઢીંચણ વચ્ચે અંતર, જમણો ખભો અને ડાબા ઢીંચણનું અંતર. એ ચારે જો સમાન હોય તો તેને સમચતુરગ્ન સંસ્થાન કહેવાય છે.
સામુદ્દીક શાસ્ત્રાનુસાર જે શરીરના સંપૂર્ણ અવયવો શુભ હોય તેને સમચતુરગ્ન સંસ્થાન કહે છે. જે કર્મના ઉદય થી આવા સંસ્થાનની પ્રાપ્તિ થાય છે તેને સમચતુરગ્ન સંસ્થાના નામ કર્મ કહેવાય છે.
૨-ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન નામ કર્મ-જે કર્મના ઉદય થી શરીર ની આકૃત્તિ ન્યગ્રોધ અર્થાત વટવૃક્ષ સમાન હોય, અર્થાત જે શરીર નો નાભિથી ઉપરનો ભાગ અગર અવયવ સંપૂર્ણ બરાબર હોય અને નાભિની નીચેનો ભાગ અને અવયવહીન-પતલા હોય,તેને ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન નામ કર્મ કહેવાય છે.
૩-સાદિ સંસ્થાન નામકર્મ-જે કર્મના ઉદય થી નાભિની ઉપરના અવયવોહીન-પતલા હોય, અને નાભિની નીચેના અવયવો પૂર્ણ-સુડોલ હોય તે સાદિ સંસ્થાન નામ કર્મ.
૪-કુન્જ સંસ્થાન નામ કર્મ- જેમાં છાતી, પેટ વગેરે અવયવો કુબડા હોય તે કુબ્ધ. આ કુન્જ પણું મુજ સંસ્થાન નામ કર્મ ના ઉદય થી આવે છે.
र कुब्जनाम तु कन्धराया उपरि हस्तपादं च समचतुरन लक्षणयुकतं संक्षिप्त विकृतमध्यकोष्ठं च कुब्जम् ।।
પ-વામન સંસ્થાન નામ કર્મ - જે કર્મના ઉદય થી હાથ, પગ વગેરે અવયવો ટૂંકા હોય તે વામન સંસ્થાન નામ કર્મ કહેવાય છે.
+ वामननाम तु लक्षणयुक्तं ओष्ठग्रीवादि उपरि हस्तपादयोश्चन्यूनलक्षणं वामनम् ।
-હુડક સંસ્થાન નામ કર્મ- જે કર્મના ઉદય થી શરીરના બધાંજ અવયવો બેડોળ હોય,યથાયોગ્ય પ્રમાણયુકત ન હોય, તેમજ કદરૂપું લાગે તે હંડક સંસ્થાન નામ કર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org