Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૯
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૩
x વિવિ:- જે ગતિમાં જીવ ઉત્પન્ન થયો હોય [-જન્મ પામ્યો હોય] તે ગતિમાં તે જીવને આયુષ્ય પર્યન્ત -િજેલની માફક તે ગતિ માં રહેવું પડતું હોય છે. પછી અનિચ્છાએ પણ જવું પડે છે તેથી આ કર્મ જીવના અક્ષયસ્થિતિ ગુણનો ઘાત કરે છે.
૪ ૩૫૫ વડે સમજૂતીઃ- આયુષ્ય કર્મ બેડી કે કેદખાના સમાન કહ્યું છે. જેમ બેડીમાં જકડાયેલો કે કેદખાનામાં પડેલો જીવ અન્યત્ર જઈ શકતો નથી તેમ આયુષ્ય રૂપ બેડીથી બંધાયેલો કેદખાનામાં પડેલો જીવ વર્તમાન ગતિનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજી ગતિમાં જઈ શકતો નથી.
[૬]નામકર્મ
૪ અર્થ:- નતે વા પ્રક્વયિ નેન તિ નામ-જેને લીધે આત્માને શરીર આદિની પ્રાપ્તિ થી નામ ધારણ કરવું પડે છે તે નામકર્મ.
૪ વિપી:-આ નામકર્મના ઉદયથી જીવને અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરવા પડતા હોવાથી તેના અનેક નામો છે. વળી આત્માના અરૂપી પણાના ગુણનું આ ઘાતક કર્મ છે.
૪ ૩૫ વડે સમજૂતી - નામકર્મ ચિત્રકાર સમાન છે જેમ ચિત્રકાર મનુષ્ય, હાથી આદિના જૂદા જૂદા ચિત્રો -આકારો બનાવે છે. તેમ નામ કર્મ અરૂપી એવા આત્માના ગતિ જાતિ શરીર વગેરે અનેક રૂપો તૈયાર કરે છે.
[]ગોત્ર કર્મ
x મર્થ જેના લીધે આત્મા ઉચ્ચ-નીચ લક્ષણ વાળા ગોત્રની પ્રાપ્તિ કરે છે તેને ગોત્ર કર્મ કહેવાય છે.
૪ વિપઃિ-આ કર્મના ઉદયથી જીવનો પોતાનો અગુરુલઘુ ગુણ અવરાય જાય છે પરિણામે તેને ઉચ્ચ અથવા નીચ સ્થાનમાં જન્મ લેવો પડે છે.
૪ ૩૫ વડે સમજૂતી:- ગોત્ર કર્મ કુંભાર સમાન છે. જેમ કુંભાર સારા અને ખરાબ બે જાતના ઘડા બનાવે છે, જેમાં સારા ઘડાની કળશ રૂપે સ્થાપના થાય છે ખરાબ ઘડાઓ દારુ વગેરે ભરવાથી નિંદ્ય બને છે, તેમ ગોત્ર કર્મના યોગે ઉચ્ચ-નીચ કુળમાં જન્મવાથી જીવની પણ ઉચ્ચ નીચ આદિ રૂપે ગણતરી થાય છે.
[૮]અંતરાય કર્મ# અર્થ-દાનાદિ પાંચ લબ્ધિમાં અંતરાય ઉત્પન્ન કરતું હોવાથી તેને અંતરાય કર્મ કહે છે.
# વિપાક્ક :-અનંતવીર્યનામના ગુણનું આવરણ કરે છે, જીવને પ્રાપ્ત અનૂકુળ ગુણ સામગ્રી ધર્મનો યોગ તેમજ ભોગો-પભોગ કરવામાં અટકાયત કરે છે અર્થાત રોકે છે.
૪ ૩૫ વડે સમજૂતી-અંતરાય કર્મભંડારીસમાન છે. જેમ દાન કરવાની ઇચ્છાવાળા રાજા આદિને તેનો લોભી ભંડારી દાન કરવામાં વિઘ્ન કરે છે તેમ અંતરાય કર્મદાનાદિમાં વિઘ્ન કરે છે.
આ રીતે આઠે કર્મ પોતાના નામ મુજબ જીવને વિપાક [ફળ આપે છે. * વિશેષ:-:-: શબ્દથી પૂર્વના સૂત્રની અનુવૃત્તિ લેવાની છે.
સ-વિપાક ૩dશ્નો અર્થાત્ પૂર્વસૂત્રઃ૨૨ માં જે વિપા ની વ્યાખ્યા કરી તે શબ્દનું અહીં અનુવર્તન થાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org