Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ પ્રત્યેક કર્મના અનંત સ્કન્ધો બધાંયે આત્મ પ્રદેશમાં બંધાય છે. # જીવ સર્વ આત્મ પ્રદેશો વડે કર્મ પુદ્ગલોનું ગ્રહણ કરે છે
આ વિષયને સમજવા માટે શૃંખલાનું દૃષ્ટાન્ત છે. જેમ શૃંખલા –સાંકળની દરેક કડી પરસ્પર જોડાયેલી હોવાથી એક કડીનું ચલન થતાં સર્વ કડીઓનુ ચલન થાય છે તેમ જીવન સર્વ પ્રદેશો પરસ્પર જોડાયેલા હોવાથી જયારે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવા કોઈ એક પ્રદેશ વ્યાપાર કરે છે ત્યારે અન્ય સર્વપ્રદેશો વ્યાપાર કરે છે.
હા! એવું બની શકે છે કે કેટલાંક પ્રદેશોનો વ્યાપાર ન્યૂન હોય અને કેટલાંક પ્રદેશોનો વ્યાપાર ન્યૂનતર હોય, એમ વ્યાપારમાં તરતમતા અવશ્ય હોય છે... દા.ત. જયારે આપણે ઘડાને ઉપાડીએ ત્યારે હાથના સમગ્ર ભાગોમાં વ્યાપાર હોવાછતાં હથેલીના ભાગમાં વ્યાપાર વિશેષ હોય છે. કાંડાના ભાગમાં તેનાથી ન્યૂન વ્યાપાર હોય છે. તે જ પ્રમાણે પ્રસ્તુત કર્મયુગલોને ગ્રહણ કરવાનો વ્યાપાર સર્વ આત્મ પ્રદેશોમાં હોય છે પણ આ વ્યાપારમાં તરતમતા અવશ્ય હોય છે. દરેક આત્મ પ્રદેશમાં આઠેય કર્મોના પ્રદેશો સંબંધ્ધ હોય છે કારણ કે દરેક આત્મ પ્રદેશમાં કર્યગ્રહણ નો વ્યાપાર હોય જ છે.
૪ આ ઉત્તર સૂત્રમાં રહેલા સર્વાત્મપ્રદેશપુ એશબ્દથી મળે છે.
सर्वात्मप्रदेशेषु सर्वप्रकृत्तिपुद्गला: सर्वात्मप्रदेशेषु बध्यन्ते एकैको ह्यात्मप्रदेशोऽनन्तैः कर्म प्रदेशैर्बध्ध
અહીં સર્વ પ્રકૃત્તિ એટલે અસંખ્યાત આત્મપ્રદેશ, કે જે કોઇપણ એક જીવના દ્રવ્ય હોય છે તે સર્વેનું ગ્રહણ કરવાનું છે.
અને સર્વપત્તિ એટલે જ્ઞાનાવરણાદિક તસ્વરૂપી જે કોઈ પણ પુદગલો છે તે સર્વે પુદ્ગલોનું ગ્રહણ એટલે સર્વપ્રકૃત્તિ પુદ્ગલોનું ગ્રહણ
સર્વાત્મપ્રવેશપુવધ્યો એટલે આત્માના પ્રત્યેક પ્રદેશે આ આઠે કર્યપ્રકૃત્તિની કાર્પણ વર્ગણા બંધાયેલી હોય છે. જીવ અસંખ્ય પ્રદેશ છે. આ અસંખ્ય પ્રદેશમાંનો પ્રત્યેક પ્રદેશ અનંતા જ્ઞાનાવરણ સ્કન્ધ વડે બંધાયેલો છે, પ્રત્યેક પ્રદેશ અનંત દર્શનાવરણ સ્કન્ધ વડે બંધાયેલો છે એ રીતે પ્રત્યેક પ્રદેશ-સર્વ કર્મ પ્રવૃત્તિ સ્કન્ધ વડે બંધાયેલો છે.
પ્રદેશની વ્યાખ્યા - પ્રવેશ શબ્દ વવન: પ્રશ્ના રેશા વદવો યત્ર પેy इति निर्वचनात् ।
પ્રશ્નઃ૮ જે કર્મ સ્કન્ધો બંધ પામે છે તે કર્મ સ્કન્ધો-સંખ્યાત,અસંખ્યાત,અનંત કે અનંતાનંતમાંથી કેટલા પ્રદેશવાળા હોય છે?
અથવા- એકી વખતે કેટલા પ્રદેશવાળા સ્કન્ધોનો બંધ થાય છે? પ્રશ્ન:૮ નુ સમાધાનઃ
$ બંધ પામતા દરેક કર્મયોગ્ય સ્કન્ધો અનંતાનંત પરમાણુના જ બનેલા હોય છે. કોઈ કર્મસ્કન્ધ સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુના બનેલા હોતા નથી.
# પ્રદેશબંધમાં એક, બે, ત્રણ એમછુટા છુટા પુદ્ગલ કર્માણુઓ બંધાતા નથી, કિન્તુ
મોટા જથ્થારૂપે -જેને શાસ્ત્રીય પરિભાષામાંસ્કન્ધ કહેવામાં આવે છે તેવા સ્કન્વરૂપે જ બંધાય છે. વળી આ સ્કન્ધ પણ એક, બે,ત્રણ,ચાર,યાવત સંખ્યાત,અસંખ્યાત જત્થામાં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International