Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૬
૧૩૫
૪-રતિ મોહનીયઃ-૨તિ-પ્રીતિ રૂપે અનુભાવતું હોવાથી આ કર્મ પણ અનુકૂળ રૂપે વેદાતું હોવાથી પુન્ય કર્મ છે.
પ-પુરુષવેદઃ- સ્ત્રી અને નપુંસક પણ તેની ઇચ્છા કરે છે, ઉત્તમ શલાકા પુરુષો જ હોય છે સ્ત્રી નથી હોતી માટે પુન્ય છે.
૬-મનુષ્યાયુઃ- જે કર્મના ઉદય મનુષ્ય ભવમાં રહેવાના કારણરૂપ મનુષ્યાયુની પ્રાપ્તી થાય તે. ૭-દેવાયુઃ- જે કર્મના ઉદય થી દેવભવમાં રહેવાના કારણરૂપ દેવાયુની પ્રાપ્તિ થાય તે. ૮-મનુષ્યગતિઃ- જે કર્મના ઉદય વડે મનુષ્યપણું પ્રાપ્ત થાયતે. ૯-દેવગતિઃ- જે કર્મના ઉદય વડે દેવપણું પ્રાપ્ત થાય તે.
૧૦- પંચેન્દ્રિય જાતિઃ- જે કર્મના ઉદય થી પંચેન્દ્રિય પણું પ્રાપ્ત થાય તે. ૧૧-ઔદારિક શરિરઃ- જે કર્મના ઉદય વડે ઔદારિક શરીરની પ્રાપ્તિ થાય તે કર્મ તથા શરીર બંને પુન્ય કહેવાય
૧૨.૧૩.૧૪,૧૫-વૈક્રિય-આહારક-તૈજસ-કાર્મણ એ ચારે શરીર જે કર્મના ઉદય થી પ્રાપ્ત થાય તે કર્મ તથા તે-તે શરીરો પુન્ય કહ્યાછે. આ શરીરોનું વર્ણન પૂર્વેગ.રજૂ.રૂ૭ માં આવી ગયેલ છે. કાર્મણ શરીર ને પુન્ય કહેવાનું કારણ એ છે કે જીવને પૌદ્દગલિક સુખ આપવામાં પણ કાર્મણ શરીર ની મુખ્યતા રહેલી છે.
૧૬-૧૭-૧૮ ઔદારિક, વૈક્રિય, આહારક અંગોપાંગ જે કર્મના ઉદય થી ઔદારિક આદિ ત્રણે શરીરને આંખ-નાક-હાથ-પગ વગરે અવયવોની પ્રાપ્તિ થાય છે. તે અવયવ પ્રાપ્તિ પુન્યરૂપ છે નહીંતો એકેન્દ્રિયની માફક શરીર બંઠુ લાગે.
૧૯- વજઋષભનારચ સંહનનઃ- જે કર્મના ઉદય થી વજૠષભનારચ સંઘયણની પ્રાપ્તિ થાય છે. આ સંઘયણ એટલે કે હાડકાનું બંધારણ વિશિષ્ટ પ્રકારનું છે ઉત્તમોત્તમ છે માટે તેને પુન્યરૂપ કહ્યું છે
૨૦-સમચતુરસ સંસ્થાનઃ- જે કર્મના ઉદયથી સમચતુસ્ર સંસ્થાનની પ્રાપ્તિ થાય છે. આસંસ્થાનમાં શરીરની સુંદરતમ આકૃતિ પ્રાપ્ત થાય છે. જેને લક્ષણોપેત શરીર કહ્યુંછે. તેવી આકૃતિ થતી હોવાથી પુન્ય છે.
૨૧થી૨૪ વર્ણાદિ ચતુષ્કઃ- વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ ચારે શુભ-અશુભ બંને રૂપે હોય છે.તેમાં શુભ કે પ્રશસ્ત વર્ણાદિ હોય તેના શુભપણાને આશ્રીને તેને પુન્યરૂપ કહયા છે. [નોંધઃ-કર્મગ્રન્થ પહેલો-ગાથા ૪૨માં- વર્ણાદિ ચતુષ્કની ૨૦ ઉત્તર પ્રકૃતિમાંથી નવ પ્રકૃતિ અશુભ અને અગીયાર પ્રકૃતિ શુભ કહી છે.]
પ્રકૃત્તિ
શુભ પ્રકૃત્તિ સફેદ-પીળો-લાલ
વર્ણ
ગંધ
અશુભ પ્રકૃત્તિ નીલ-કૃષ્ણ
રસ
સ્પર્શ
સુરભી કષાય-ખાટો-મધુર લઘુ, મૃદુ,સ્નિગ્ધ, ઉષ્ણ ૨૫-દેવાનુપૂર્વીઃ- જે કર્મના ઉદય થી દેવપણામાં જયાં ઉત્પન્ન થવું હોય તે જ ક્ષેત્રમાં
ગુરુ,કર્કશ,રૂક્ષ, ,શીત
ઉત્પન્ન થવાય છે.
Jain Education International
દુરભી
કડવો
For Private & Personal Use Only
www.jainelibrary.org