Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૮ સૂત્રઃ ૨૪
૧૨૧ કર્યું. પરંતુ નિષ્કર્ષ માટે જો મહત્વનો કોઇ મુદ્દો હોય તો તે એ છે કે “કોઇપણ કર્મનો વિપાક જીવે અવશ્ય ભોગવવો પડે છે'.
આવિપાક સુખસ્વરૂપ પણ હોઈ શકે દુઃખસ્વરૂપ પણ હોઈ શકે આપણે સમજવા જેવી હકીકત સુખ અને દુઃખ નથી પણ આ સુખ કે દુઃખ એ કર્મનો જ વિપાક છે તે વાત સ્મરણીય છે.
જીવને સુખ ગમે છે, તેની દોડ પણ સુખ પાછળની છે પણ જે સુખને આપણે પંસદ કરી રહ્યા છીએ તે તો કર્મનો શુભ વિપાક જ છે. ખરેખરું સુખ શુભવિપાકમાં નહીં પણ કર્મવિપાકના સર્વથા અભાવમાં રહેલું છે. અને જીવ જયારે સર્વથા કર્મથી મુકત થવાનો પુરુષાર્થ કરે છે ત્યારે તેના ફળ સ્વરૂપે સાચા સુખને પ્રાપ્ત કરી શકે છે.
0 0 0 0 0 0
અધ્યાય-૮-સૂત્રઃ૨૪) [1]સૂત્રહેતુપૂર્વસૂત્રમાં કર્મોફળ આપે છે તે જોયુ ,પણ ફળ આપ્યા પછી કર્મોનું શું થાય છે? તે આ સૂત્ર થકી જણાવે છે.
[2]સૂત્ર મૂળઃ-તતનર્જરી [3] સૂત્ર પૃથક-તંત: ૨ નિરા
[4]સૂત્રસાર - ત્યાર પછી નિર્જરા થાય છે. [અર્થાત્ કર્મોનું ફળ મળ્યા પછી કર્મોની નિર્જરા થાય છે'
U [5]શબ્દજ્ઞાનતત:-ત્યાર પછી, કર્મના વેદન કે વિપાક પછી વ - આ વે નિર્જરાના અન્ય હેતુને સૂચવે છે. નિર્ક -નિર્જરા ,કર્મનું ખરી જવું તે
[6]અનુવૃત્તિઃ-વિપાકોનુમાવ: સૂત્ર-૮:૨૨ થી વિપાક:
U [7]અભિનવટીકા-અનુભાવ પ્રમાણે કર્મનું તીવ્ર કે મંદ ફળ વેદાયું એટલે તે કર્મ આત્મપ્રદેશથી છૂટુજ પડે છે. સંલગ્ન રહેતું નથી. એ જ વસ્તુને કર્મનિવૃત્તિ કે નિર્જરા કહેવાય છે. આ જ વાતને સૂત્રકારે અહીં સૂત્ર થકી જણાવી છે.
સ્વોપજ્ઞ ભાષ્યાનુસાર આ સૂત્રની વ્યાખ્યા ત્રણ અલગ અલગ પદોમાં રજૂ કરી શકાય છે (૧) તત: (૨)નિર્બરા (૩).
- તત:એટલે તમ્માત્ તેથી, ત્યાર પછીથી.
૪ કર્મના વિપાક લક્ષણરૂપ અનુભાવ થાય પછી અર્થાત્ કર્મોનું ફળ મળ્યા પછી કે કર્મોના વિપાકનું વદન થયા પછી.
૪ આ અનુભાવ કે વેદન પછી શું થાય છે?
-જ્ઞાનવરણ આદિ આઠ કર્મની નિર્જરા થાય છે. એટલે કે આત્મપ્રદેશ થી આ કર્મો ખરી પડે છે. આ વાત શબ્દથી કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org