Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા यद् यस्य नाम संज्ञान्तरं कर्मणः तत् तथा नामानुरूपमेव विपच्यते ।
છે યથાનામ-સ્વનામ પ્રમાણે મતલબ જે કર્મનું જે નામ છે તે કર્મ તે નામ મુજબનું જ ફળ આપે છે. જેમ જ્ઞાનમ્ વિયેત પેન તત્ જ્ઞાનાવરણ ! એ રીતે સર્વકર્મોની સાથે વ્યાખ્યા ઉપર કહેવાઈ ગઈ છે.
જ સારાંશ - ઉકત સૂત્રમાં કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપવાનો જે નિયમ જણાવ્યો છે તે નિયમ મૂળકર્મપ્રવૃત્તિમાં જ લાગુ પડે છે. ઉત્તરપ્રવૃત્તિઓમાં લાગુ પડતો નથી. આ વાત પૂર્વસૂત્રમાં સંક્રમણકરણની વ્યાખ્યામાં પરોક્ષ પણે જણાવવામાં આવી છે.
કારણ કે કોઈપણ કર્મની એક ઉત્તરપ્રકૃત્તિ પાછળથી અધ્યવસાયના બળે તેજ કર્મની બીજી ઉત્તરપ્રકૃત્તિ સ્વરૂપે બદલાઈ જતી હોવાથી, પ્રથમનો અનુભાવ બદલાયેલી પ્રકૃત્તિ અનુસાર તીવ્ર કે મંદ ફળ આપે છે.
-જેમકે મતિજ્ઞાનાવરણ જયારે શ્રુતજ્ઞાનાવરણ આદિસજાતિય પ્રકૃત્તિ રૂપે સંક્રમણ પામે ત્યારે મતિજ્ઞાનાવરણનો અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણ આદિનાસ્વભાવ પ્રમાણે જ શ્રુતજ્ઞાન ને કે અવધિ જ્ઞાનને આવૃત્ત કરવાનું કામ કરે છે.
-અલબત્ત દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય અથવા નરકાદિ ચાર આયુકર્મ પરસ્પર કદાપી સંક્રમણ પામતા નથી તે વાત અત્રે નોંધપાત્ર છે. તેથી તે ઉત્તરપ્રકૃત્તિતો યથાના જ ફળ આપવાની છે.
U [8સંદર્ભઃ$ આગમ સંદર્ભ સૂત્ર-૨૨ તથા ૨૩ નો સંયુકત સંદર્ભसुक्कडदुक्कडाणं कम्माणं फलविवागे सम. विपाकश्रुत वर्णने सू. १४६-१ एवं सव्वेसिं चेव कम्माणं * उत्त.अ.३३,गा.३७ ।। # સૂત્રપાઠ સંબંધઃ- આ બધા કર્મોનો અનુભાવ તે તે કર્મોનો ફળ વિપાક છે. ૪ તત્વાર્થસંદર્ભઃ- [વાઘો]જ્ઞાનદર્શનાવરાવેનીયમોહનીયાયુનામીત્રાનારીયા સૂત્ર.૮:૫ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ-પાંચમો કર્મગ્રન્થ-“રસબંધ''
[9]પદ્યઃ(૧) સૂત્ર-૨૩ અને સૂત્ર-૨૪ નું સંયુકત પદ્ય:
નામ જેવા કામ સર્વે કર્મ ઉદયે થાય છે હસતે મુખે કે રૂદન કરતાં કર્મસવિ વેદય છે કર્મ જે-જે ભોગવાય નાશ તેનો થાય છે
તપશુધ્ધિ વિણ નિર્જરાએ નિષ્કામ કહેવાય છે (૨) આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વ સૂ૩૭ માં કહેવાઈ ગયેલ છે
U [10] નિષ્કર્ષ:- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી કર્મના વિપાક અર્થાત્ ફળના સ્વરૂપને જણાવે છે. આઠે પ્રકારના કર્મો પોત-પોતાના નામ અનુસાર ફળને દેનારા કહ્યા છે તે મુજબ જ્ઞાનાવરણ જ્ઞાનને ઢાંકે અને દર્શનાવરણ દર્શનને ઢાંકે વગેરે અર્થોનું નિવેદન પણ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International