Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કથન કરે છે.
* ઉચ્ચ ગોત્ર:- જે કર્મના ઉદયથી જીવ સારા-ઉચ્ચકુળમાં જન્મેતેને ઉચ્ચ ગોત્રકર્મકહે છે.
$ પ્રતિષ્ઠા પમાય તેવા કુળમાં જન્મ અપાવનાર કર્મતે ઉચ્ચ ગોત્ર. જેમાં ધર્મ અને નીતિનું રક્ષણ કરવાથી ઘણા કાળથી પ્રખ્યાતિને પામેલા ઇક્વાકુ વંશ વગેરે ઉચ્ચકુલોની ગણના થાય છે.
2 उच्चैर्गोत्रं देशजातिकुलस्थानमानसत्कारैश्वर्याद्युत्कर्षनिर्वर्तकम् * નીચ ગોત્ર:# જે કર્મના ઉદયથી જીવ હલકા કે નીચ કુળમાં જન્મે છે તેને નીચ ગોત્ર કર્મ કહે છે.
૪ શક્તિ છતાં પ્રતિષ્ઠાન પમાય તેવા કુળમાં જન્માવનાર કર્મતે નીચગોત્ર. જેમકે અધર્મ અને અનીતિનું સેવન કરવાથી નિંદ્ય બનેલા કસાઈ મચ્છીમાર આદિના કુળો નીચ કુળો છે. 2 उच्चैर्गोत्रस्य विपरीतं नीच्चैगोत्रं - चण्डालमुष्टिकव्याधमेत्स्यबन्धदास्यादि निर्वर्तकम्
આ કર્મને કુંભાર સમાન કહેલું છે. જેમ કોઈ કુંભાર અનેક પ્રકારના ઘડા બનાવે છે આ ઘડામાંથી કેટલાક એવા હોય છે કે જેને લોકો કળશ બનાવી અક્ષત,ચંદનાદિ થી પૂજે છે અને કેટલાંક ઘડા એવા હોય છે કે જે દારુ ભરવાના કામમાં આવે છે તેથી તે નીંદનીય ગણાય છે. એવી રીતે ઉત્તમ કુળમાં જન્મ તે ઉચ્ચ ગોત્ર કહેવાય છે અને હલકા કુળમાં જન્મ તે નીચ ગોત્ર કહેવાય છે.
* વિશેષ:(૧)જેને કારણે લોકો માણસને મોટા નામે કે હલકા-તોછડા નામે બોલાવે છે તે ગોત્રકમ ની વિશેષતા છે.
(૨)ધન અને રૂપ ન હોવા છતાં પણ જીવ ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયથી લોકોની પ્રશંસા પામે છે અને નીચ ગોત્રના ઉદયથી કોઈ ધનવાન,રૂપવાન હોવા છતાં પણ લોકોમાં નિંદાય છે.
U [8] સંદર્ભઃ
$ આગમ સંદર્ભ પંત ! મે વદે પૂછે ? યમાં ! સુવિ v , तं जहा उच्चगोए य नीचगोए य * प्रज्ञा. प.२३,उ.२,सू.२९३-३०
& અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૧૬૦ થી ૧૬૪ (૨)કર્મગ્રન્થ પહેલો ગાથા-પર પૂર્વાર્ધ
(૧)
[9]પદ્યઃ
સૂત્ર ૧૩ અને ૧૪નું સંયુકત પદ્યઃગોત્રકર્મ સાતમું છે ઉંચ નીચ બે ભેદમાં અંતરાય કર્મ આઠમું છે દાન લાભ જ ભોગમાં ઉપભોગ વીર્ય એ પાંચ ભાવો અટકતાં જ કર્મથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org