Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
બનાવે છે તેને ઉદ્દીરણા કરણ કહેવાય છે.
સામાન્ય ભાષામાં કહીએ તો કર્મોના ઉદયકાળ પહેલાં જ તેને ઉદય માં લાવીને તેને ભોગવવા યોગ્ય બનાવી દેવા.
[૮]ઉપશમન કરણઃ- ઉદય માં આવવાને વખતે ઉદય માં ન આવે એવી રીતે અમુક વખત સુધી કર્મોને પરાણે શાંત પડ્યા રહેવું પડે છે
-આઉપશમનાકરણવિશેષથી જીવસત્તામાંરહેલ કર્મોનેતથાસ્વરૂપે, ઉદયમાં આવતા રોકીને, તેમાંથી સ્થિતિ અને રસનો ઘટાડો કરી, તેને પ્રદેશોદય થી ભોગવવા યોગ્ય કરે છે.
આ રીતે ઉકત આઠે કરણોને લીધે કર્મોમાં જે ફેરફારો સત્તામાં થાય છે, તે થઇ ગયા બાદ ઉદય માં આવીને વિપાક રૂપે ભોગવાય છે.
અહીં કરણ- નો અર્થ- આત્માના અધ્યવસાયની એક વિશિષ્ટ પ્રકારની શકિત એવો થાય છે કે જેના આધારે આ ફેરફારો થઇ શકે છે.
એક જ રત્ન જુદા જુદા કર્મોના પ્રકૃત્તિ-સ્થિતિ રસ અને પ્રદેશ એ ચારે બંધો ઉપર અસર કરે છે. એકજ રળ કોઇ પ્રકૃત્તિ બંધાવે, કોઇ સંક્રમાવે, કોઇના અપવર્તના, ઉર્તના કરી નાંખે,કોઇ ઉપશમે, કોઇની ઉદ્દીરણા થાય એવા અનેક પરિવર્તનો લાવે છે.
બીજા શબ્દોમાં કહીએ તો ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન સ્વરૂપે કર્મો કરતા અને કર્મો ભોગવતાં જોઇએ છીએ, તે સઘળુંયે જીવે કર્મો બાંધ્યા પછી ઉપરના આઠ પ્રકારના કરણ વિશેષ થી કરેલા ફેરફારો સહિત ઉદયાવલિકામાં આવેલો કર્મોનો વિપાક જાણવો .
પણ એક વખત કર્મ ઉદયાવલિકામાં આવી જાય પછી તે કર્મમાં જીવ કંઇ ફેરફાર કરી શકાતો નથી તેને તથા સ્વરૂપે જીવે ભોગવવું પડે છે.
[] [8]સંદર્ભ:
આગમ સંદર્ભ:- આ સૂત્રનો આગમ સંદર્ભ હવે પછીના સૂત્રઃ૨૨ માં છે. ૐ તત્વાર્થ સંદર્ભઃ- કર્મના પ્રકૃત્તિ બંધને જણાવતા સૂત્રો- સૂત્રઃ૮:૫ થી ૮:૧૪ અન્ય ગ્રન્થ સંદર્ભ:-પંચમ કર્મગ્રન્થ-ગાથા-૬૩
[] [9]પદ્યઃ
(૧)
(3)
આ સૂત્રનું પ્રથમ પદ્ય સૂત્રઃ૨૧ના પઘ સાથે મૂકાઇ ગયેલ છે સૂત્ર ૨૧-૨૨-૨૩ ત્રણેનું સંયુકત પદ્ય
જુદાં જુદાં ફળ દે તે શકિત અનુભાવ કહેવાય છે પ્રકૃત્તિને સ્વભાવ થકી તે વિવિધ કર્મો વેદે છે
તે વેદનથી થાય નિર્જરા પ્રકૃત્તિનો સંક્રમ થાતો છતાં મૂળમાં રહે પ્રકૃત્તિ એ જ નિયમ સચવાતો
[] [10]નિષ્કર્ષ:- આ સૂત્ર રસબંધનું જ નિરૂપણ કરે છે. પણ તેમાં અતિ મહત્વનો સ્મરણીય નિષ્કર્ષ એછે કે આ રસબંધ થકી જ બાંધેલા કર્મો ગાઢ ચીકણા બનેછેએક કર્મબંધાય તેમાં જેટલી કાષાયિક તીવ્રતા ભળે, તેટલે અંશે એ કર્મ તીવ્ર વિપાકી બને છે.
શીથીલ પ્રકત્તિને ગાઢ બનાવે છે અલ્પ વિપાકીને અધિક વિપાકી બનાવે છે. તે વાત
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International