Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્ર: ૨૨
૧૧૫ • સૂત્રનો સંકલિત અર્થ ભિન્ન રીતેઃ
૪ કર્મોનું પાકવું તે અનુભાવ. પાકવા વખતે ઉદયાવલિકામાં પ્રવેશ કરીને કર્મો પોતાનો પાક- ફળ કેવા બતાવશે? જે મુજબનો બંધકાળે જે નિર્ણય થવો તેનું નામ અનુભાવ બંધ છે. એટલે કે ઉદય વખતે કર્મો શું અને કેવું તીવ્ર-તીવ્રતર,મંદ-મંદતર ફળ બતાવે તે અનુભાવ, અને તે જાતનો બંધકાળે નિર્ણય તે અનુભાવ બંધ.
૪ જે-જે કર્મ જે-જે જીવે બાંધેલું હોય છે. તે કર્મ તે જીવને અવશ્ય ભોગવવું પડે છે. વિવિધ કર્મોને ભોગવવાનાં સ્વરૂપને તે તે કર્મોનો વિપાકોદય જાણવો.
$ વિવિધ પ્રકારે કર્મોનું ઉદયમાં આવવું તેને અનુમાવ કહે છે. આમ્રવની વિશેષતા હોય છે એજ રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવના નિમિત્તથી પણ વિપાકમાં વૈવિધ્ય હોય છે શુભ પરિણામના પ્રકર્ષ વખતે શુભ પ્રવૃત્તિમાં અધિક અને અશુભ પ્રવૃત્તિમાં ઓછો અનુભાવ [-રસ પડે છે. અને અશુભ પરિણામનો પ્રકર્ષહોય ત્યારે અશુભ પ્રવૃત્તિમાં અધિક અને શુભ પ્રવૃત્તિમાં ઓછો અનુભાવ બંધ થાય છે.
* જીવે બાંધેલા કર્મોમાં પરિવર્તન કઈ રીતે? જીવ કોઇ પણ કર્મ બાંધે ત્યાર પછી એક આવલિકા કાળ ગયા પછી....
[આવલિકા કાળઃ- એક કરોડ, સડસઠ લાખ, સીત્તોતેર હજાર,બસો સોળ - ૧,૬૭, ૭૭,૨૧૬ એટલી આવલિકા એક અંતર્મુહૂર્ત માં થાય અથવા તો અસંખ્ય સમયની એક આવલિકા થાય] જીવ પોતાના શુભાશુભ અધ્યવસાય કરણ વિશેષથી નીચે જણાવ્યા મુજબ આઠ પ્રકારના ફેરફારો કરે છે
[૧]બંધનકરણ - કર્મનો બંધ થયા પછી, તેના ચાર પ્રકારના બંધન-સ્કૃષ્ટ,બધ્ધ, નિધ્ધત,નિકાચ-સંબંધ માં જે પ્રથમ કરણ કરે છે તે બંધન કરણ.
[૨]ગાઢ બંધઃ- કર્મનો બંધ કર્યા પછી તેને નિસ્બત કરણથી ગાઢ બંધન રૂપ કરવું તે ગાઢ અથવા ઘનીષ્ઠ બંધ.
[૩]તીવ્રગાઢ બંધઃ- કર્મનો બંધ કર્યા પછી નિકાચીત કરવાથી અર્થાત નિકાચના કરણથી તેને ગાઢ બંધન રૂપ કરે છે.
[૪]સંક્રમણ કરણઃ- કર્મનો બંધ કર્યા પછી તેને સંક્રમણ કરણ થી મૂળ કર્મ પ્રકૃત્તિની ઉત્તર પ્રવૃત્તિઓનું પરસ્પર સંક્રમણ થાય છે.
આ સંક્રમણ કરણ વિશે આ પૂર્વે “ભાષ્ય આદિને આધારે વિશેષ સ્પષ્ટીકરણ” નામના મુદ્દા હેઠળ વિસ્તૃત વિવેચન આ અભિનવટીકામાં જ કરવામાં આવેલ છે.
[૫] ઉદ્વર્તના કરણ - જીવ પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ અને રસમાં જેના વડે વધારો કરે છે તેનું નામ ઉદ્વર્તના કરણ.
[]અપવર્તન કરણઃ- જીવ પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ અને રસમાં જેના વડે ઘટાડો કરે છે તેનું નામ અપવર્તન કરણ
[9]ઉદીરણા -જીવ પૂર્વે બાંધેલા કર્મોનો ઉદયકાળથયા પહેલા અર્થાત ઉદયવલિકામાં પ્રવેશ થયા પહેલાં, ઉદયાવલિકામાં ખેંચી લાવીને અર્થાત્ ઉદીરણા કરીને ભોગવવા યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org