Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૩
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૪ પોતે ભોગવવા યોગ્ય હોય છતાં આ કર્મના ઉદય થી તે-તે વસ્તુઓનો જીવ ઉપભોગ [વારંવાર ભોગ] કરી શકતો નથી તેનું કારણ ઉપભોગાંતરાય કર્મ છે.
જ વીર્યાન્તરાય કર્મ# જે કર્મ કંઈપણ સામર્થ ફોરવવામાં અંતરાય ઉભા કરે તે વીર્યન્તરય કર્મ કહેવાય છે. ૪ જે કર્મના ઉદય થી નિર્બળતા પ્રાપ્ત થાય તે કર્મ.
જ વીર્ય એટલે પરાક્રમ. જે કર્મના ઉદય થી જીવ, શક્તિશાળી અને નીરોગી હોવા છતાં વિશિષ્ટકાર્યમાં પરાક્રમ ફોરવી શકે નહીં, શકિત કે સામર્થ્યનો ઉપયોગ કરી શકે નહીં તેને વીર્યન્તરાય કર્મ કહે છે.
પ્રત્યેક આત્મામાં પોત-પોતાનામાં રહેલી ગુણ શકિતને, પ્રવર્તાવવામાં આ વીર્ય શકિત મુખ્ય છે. તેમ છતાં જે કર્મના ઉદયે જે-જે આત્મા જે-જે સ્વરૂપે પોતાની ગુણ શકિતમાં પ્રવર્તન કરી શકતો નથી, તે કર્મને વીર્યન્તરાય કર્મ કહે છે.
U [8] સંદર્ભ
૪ આગમ સંદર્ભ સંતરાઇ પતિ મે સ્મતવિષે પuત્તે ? જોય! પતિદે પUરે ગર્ભ दाणंतराइए लाभंतराइए भागंतराइए उवभोगतराइए वीरियंतराइए * प्रज्ञा. प.२३,३.२,सू.२९३-३२
૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)સૂત્ર૨ઃ૪-જ્ઞાનદર્શન થી નામખોપમોવીffણન (૨)સૂત્ર ૨૫ જ્ઞાનાસાનથી દ્રિય:....
અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-પર ઉત્તરાર્ધ (૨)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૨૪૮થી ૨૫૩ U [9]પધઃ(૧) આ સૂત્ર નું પહેલું પદ્ય પૂર્વ સૂત્રઃ૧૩ માં અપાઈ ગયેલું છે (૨) દાને લાભે તથા ભોગે વીર્યમાં ઉપભોગમાં
અંતરાયો કરે પાંચે તે અંતરાય કર્મઆ 0 [10] નિષ્કર્ષ:- અંતરાય કર્મમાં મહત્વનું તત્વ વિઘ્નકરણ છે. આ વિઘ્ન દાન, લાભ, ભોગ,ઉપભોગ,વીર્ય પાંચ પ્રકારે હોઈ શકે તેમ જણાવ્યું પણ દાનાદિમાં વિઘ્ન આવે છે કેવી રીતે? પૂર્વે આપણે કોઈને વિદ્ગો પહોંચાડ્યા હોય ત્યારે. તેથી હવે જો દાનાદિમાં કોઈ જ જાતનો અંતરાય ન નડે તેવી ઇચ્છા હોય તો સર્વ પ્રથમ આપણે બીજા ને અંતરાયરૂપ નથવું જોઈએ વ્યવહારની ભાષામાં કહીએતો જો તેમને કોઇનનડે તેવી ઇચ્છા હોય તો તમારે બીજાને નડવાનું બંધ કરવું જોઈએ.
હવે આપણે કોઇને કશામાં નડવું નથી અને અન્ય કોઈ આપણને કશામાં નડે નહીં તેવી ઇચ્છા છે, તો તે માટે એક જ સ્થાન જગતમાં નિર્માણ પામેલું છે. અને તે છે મોક્ષ. સર્વ અંતરાયોનો ક્ષય કરી મોક્ષ ને વિશે પુરુષાર્થ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org