Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૮)રૂક્ષ સ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરની ચામડી રાખ જેવી લુખી લાગે તે રૂક્ષ સ્પર્શનામ કર્મ
(૧૦)રસ નામ કર્મ-પ અથવા અથવા અનેકવિદ્ય
કર્મગ્રન્થ પ્રસિધ્ધ ભેદ પાંચ છે, ટીકામાં છભેદ છે, ભાષ્યમાં અનેકવિધ ભેદ હોવાનો સૂત્રકારે નિર્દેશ કરેલ છે.
૧-તિકતરસ નામ કર્મ- જેના ઉદય થી શરીરનો રસ લીમડા જેવા કડવો હોય.
ર-કટુરસ નામ કર્મ-જેના ઉદય થી શરીરનો રસ, સૂંઠ-મરચાં-મરી વગેરે પદાર્થ જેવા તીખો હોય તે કટુ રસનામ કર્મ.
૩-કષાયરસનામ કર્મ- જે કર્મના ઉદય થી જીવના શરીરનો રસ ઈંડા, બેઢાં,આંબળા, હિમેજ જેવા તુરો હોય તે કષાય રસનામ કર્મ.
૪-આમ્લ રસનામ કર્મ - જે કર્મના ઉદય થી જીવના શરીરનો રસ લીંબુ અને આંબલી જેવો ખાટો હોય તે આમ્લ રસનામ કર્મ.
પ-મધુર રસનામકર્મ-જે કર્મના ઉદયથી જીવના શરીરનો રસ શેરડી-સાકર જેવો હોય તે મધુર રસનામ કર્મ.
દલવણ રસનામકર્મ-જે કર્મના ઉદય થી જીવના શરીરનો રસ મીઠા જેવો ખારો હોય તે લવણ રસનામ કર્મ કહેવાય છે.
કેટલાંક આચાર્યોઆ રસનામ કર્મનો સમાવેશ મધુર રસનામ કર્મમાં કરી દે છે. તેમના મતે રસનામકર્મના પાંચ ભેદ થશે પરંતુ સિધ્ધસેનીય ટીકામાં રસનામ કર્મના છ ભેદ જણાવેલા છે.
જયારે સ્વોપજ્ઞ ભાષ્યમાં તો સ્પષ્ટ જ કહ્યું છે કે રસનામવયં- તિતિ આદિ અન્તર્ભેદને આશ્રીને રસનામ કર્મના અનેકવિધ ભેદો જાણવા.
(૧૧)ગન્ધ નામ કર્મ:- ર અથવા અનેક ભેદો
૧- સુરભિ ગન્ધ નામ કર્મ- જે કર્મના ઉદય થી જીવના શરીરમાં કપુર, કસ્તુરી આદિ પદાર્થો જેવી સુંગધ હોય તે સુરભિગંધ નામ કર્મ
ર-દુરભી ગન્ધ નામ કર્મ જે કર્મના ઉદય થી જીવના શરીરમાં લસણ અથવા સડેલા પદાર્થો જેવી ગંધ હોય તે દુરભિગંધ નામ કર્મ
સ્વોપજ્ઞ ભાષ્યમાં તો સ્પષ્ટ જ કહ્યું છે કે નામ અનેવિયં-સુરભિગંધ આદિ અનેક અન્તર્ભેદો ને આશ્રીને ગંધનામ કર્મના અનેક વિધ ભેદો જાણવા.
(૧૨) વર્ણનામ કર્મ - પાંચ અથવા અનેક ભેદો૧-કૃષ્ણ વર્ણનામ કર્મ- જેના ઉદય થી શરીર કોલસા જેવું કાળું હોય. ર-નીલ વર્ણનામ કર્મ- જેના ઉદય થી શરીર પોપટની પાંખ જેવું લીલું હોય. ૩-લોહિત વર્ણનામ કર્મ - જેના ઉદય થી શરીર સીંધુર- હિગળા જેવું લાલહોય. ૪-પીત વર્ણનામ કર્મઃ- જેના ઉદય થી શરીર હળદર જેવું પીળું હોય. પ-દ્વૈત વર્ણનામ કર્મ- જેના ઉદય થી શરીર શંખ જેવું સફેદ હોય. વર્ણનામ કર્મ માટે પણ સ્વીપજ્ઞ ભાષ્યમાં સ્પષ્ટ જ કથન છે કે વનામને વિશ્વમ કૃષ્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org