Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૨
૮૩ (૮)સંહનન નામ કર્મ-છ ભેદ પ્રસિધ્ધ છે.
૧-વજ8ષભ નારા સંહનન નામ કર્મ- વજ એટલે ખીલી, ઋષભ એટલે વીટેલ પાટો, નાચ એટલે વિશિષ્ટ પ્રકારનું બંધન જેને મર્કટ બંધ કહે છે. જે કર્મના ઉદય થી આ રીતે બે હાડકાં મર્કટ બંધ થી જોડાયેલા હોય, તેના ઉપર ત્રીજું હાડકું પાટાની જેમ વીંટાયેલું હોય અને ત્રણેય હાડકાંને ભેદીને મજબૂત બનાવનાર એક હાડકાનો ખીલો હોય તેવું સહનન હોવું તે વજઋષભ નારા સંહનન નામ કર્મ કહેવાય છે.
૨-20ષભ નારા સંહનન નામ કર્મ - જે કર્મના ઉદય થી બન્ને તરફ હાડકાંનો મર્કટ બંધ હોય તેના ઉપર એક હાડકું પાટાની જેમ વીંટાયેલુ હોય, પણ તેને મજબુત કરનાર ખીલો ન હોય તો ઋષભ નારાચ સંવનન નામ કર્મ.
૩- નારા સંહનન નામકર્મ-જે કર્મના ઉદય થી સંવનનની રચનામાં બંને બાજુ મર્કટ બંધ હોય પણ હાડકાનો પાટો કે ખીલી ન હોય તો નારા સંહનન નામ કર્મ.
૪-અર્ધનારાયસંહનન નામકર્મ-જે કર્મના ઉદયથી હાડકાંની રચના એવી હોય કે તેમાં એક તરફ મર્કટ બંધ હોય અને બીજી બાજુ ખીલી હોય તેને અર્ધનારા સંવનન નામ કર્મ કહે છે.
પ-કીલિકા સંહનન નામ કર્મ- જે કર્મના ઉદય થી હાડકાંની રચના એવી હોય કે તેમાં મર્કટ બંધ ન હોય પણ ખીલી થી બંને હાડકાં જોડેલા હોય તે કીલિકા સંવનન નામ કર્મ
૬ સેવાર્ત સંહનન નામકર્મ-જે કર્મના ઉદય થી હાડકાંની રચના એવી હોય કે બન્ને હાડકાં માત્ર એક બીજા સાથે જોડાયેલા હોય તે સેવા સંહનન નામ કર્મ. જેને છેવટું સંહનન નામ કર્મ પણ કહે છે.
આ છ એ સંહનન સિંઘયણ માત્ર ઔદારિક શરીરમાં જ હોય છે. (૯) સ્પર્શ નામ કર્મ-આઠ ભેદ પ્રસિધ્ધ છે.
૧-ગુરુ સ્પર્શ નામ કર્મ- જે કર્મના ઉદય થી શરીર લોઢા જેવું ભારે હોય તેને ગુરુ સ્પર્શ નામ કર્મ કહે છે. •
૨- લઘુસ્પર્શનામકર્મ-જે કર્મના ઉદય થી શરીર આકોલીયાના રૂ જેવું એકદમ હળવું હોય તે લઘુ સ્પર્શ નામ કર્મ.
૩- મૃદુ સ્પર્શ નામકર્મ - જે કર્મના ઉદય થી શરીરનો સ્પર્શ માખણ જેવો કોમળ અને સુંવાળો હોય તો મૃદુ સ્પર્શ નામકર્મ.
૪- કર્કશ સ્પર્શ નામ કર્મ- જે કર્મના ઉદય થી શરીરનો સ્પર્શ ગાયની જીભ જેવો ખરબચડો હોય તે કર્કશ સ્પર્શ નામકર્મ,
પ-શીત સ્પર્શ નામ કર્મ- જે કર્મના ઉદય થી જીવના શરીરનો સ્પર્શ કમળની દાંડી કે બરફના જેવો ઠંડો હોય તે શીત સ્પર્શ નામ કર્મ.
દ-ઉષ્ણ સ્પર્શ નામ કર્મ - જે કર્મના ઉદય થી જીવનું શરીર અગ્નિ જેવું ગરમ રહે તે ઉષ્ણ સ્પર્શ નામ કર્મ.
૭-સ્નિગ્ધસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરનો સ્પર્શઘી લગાવેલ હોય તેવો સ્નિગ્ધ લાગે તો સ્નિગ્ધ સ્પર્શ નામ કર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org