Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૦
U [6]અનુવૃત્તિઃ(૧)ધોજ્ઞાનદર્શનાવર, સૂત્ર૮:૫ થી મોદનીય ની અનુવૃત્તિ (૨) 4નવયષ્ટીસૂત્ર ૮:૬થી નવશતિ ની અનુવૃત્તિ
[7]અભિનવટીકાઃ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ મોહનીય નામક મૂળકર્મ પ્રકૃત્તિના ૨૮ ભેદો જણાવે છે ,
સૂત્રમાં જે નામ નિર્દેશ છે તેમાં ૨૮ની જ સંખ્યા છે તેવું નિયત કરવા માટે પૂર્વ સૂત્ર પષ્યનવયષ્ટી થી અવંશતિ શબ્દની અનુવૃત્તિ લેવામાં આવી છે અને આ ભેદ મૂળ “મોહનીય” નામક પ્રવૃત્તિના જ છે તે જણાવવા માટે આધાર રૂપ સૂત્રઃ૫ છે આ રીતે બે સૂત્રોની અનુવૃત્તિ થકી આ સૂત્રનું અર્થઘટન સ્પષ્ટ બને છે. જ મોહનીયકર્મ
મોહનીયકર્મનો સ્વભાવ મદિરા સમાન છે. જેમ મદિરાના નશામાં માણસ પોતાના હિતાહિતનું ભાન ભૂલી જાય છે, તેવીજ રીતે મોહનીય કર્મના ઉદયથી જીવને સ્વ-સ્વરૂપ સંબંધિ હિતાહિતને પરખવાની બુધ્ધિ રહેતી નથી. કદાચ હિતાહિતની પરખ બુધ્ધિ આવી જાય તો પણ મોહનીય કર્મના પ્રભાવથી જાણપણા અનુસાર આચરણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે નહીં.
# મોહનીય એટલે મુંઝવનાર. જે કર્મશ્રધ્ધામાં કે ચારિત્રમાં અર્થાત વિચારકે વર્તનમાં મુંઝવે એટલે કે તત્વાનુસારી વિચાર ન કરવા દે, અથવા તત્યાનુસારી વિચાર થયા પછી પણ તદનુસાર પ્રવૃત્તિ ન કરવા દે, તે મોહનીય કર્મ.
દર્શનમોહનીયઃ
$ જે પદાર્થ જેવો તે છે તેને તેવો જ જોવો તથા સમજવો તેને દર્શન કહે છે. અર્થાત તત્વાર્થ શ્રધ્ધાને દર્શન કહે છે. દર્શન એ આત્માનો ગુણ છે તેનો ઘાતકરનાર કર્મને દર્શન મોહનીય કહેવાય છે.સામાન્ય ઉપયોગ રૂપે દર્શન કર્મ પ્રવૃત્તિ બીજી દર્શનાવરણ એ આ દર્શન થી અલગ છે.
$ દર્શન એટલે જીવાદિ તત્વો પ્રત્યે શ્રધ્ધા. શ્રધ્ધામાં મુંઝવણ ઉભી કરે, એટલે કે ઉત્પન્ન થયેલી શ્રધ્ધામાં -સભ્યત્વમાં દૂષણ લગાડે અથવા મૂળથીજ શ્રધ્ધા ઉત્પન્ન થવા ન દે તે દર્શન મોહનીય
આ દર્શન મોહનીયના ત્રણ ભેદો સૂત્રકારે જણાવેલ છે
* ૧-સમ્યક્ત મોહનીયઃ-જે ઉત્પન્ન થયેલા સમ્યક્તશ્રધ્ધામાં મુંઝવે-દુષણ લગાડે તે સમ્યક્ત મોહનીય
# મિથ્યાત્વ મોહનીયના દલિકો જીવને હિતાહિતની પરીક્ષામાં વિફળ બનાવે છે. તેમાં સર્વઘાતિ રસ હોય છે. દ્વિ સ્થાનક,ત્રિ સ્થાનકતથા ચતુઃસ્થાનક, રસસર્વઘાતી છે. જીવ પોતાના વિશુધ્ધ પરિણામોનાબળથી તે તે પુદ્ગલોના સર્વાતિરસને અર્થાત્ શકિતને ઘટાડી નાખે છે, અને તે ઘટતા ઘટતા જયારે એક સ્થાનિક રસ રહે છે, ત્યારે એક સ્થાનક રસવાળા મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલો ને જ સમ્યક્ત મોહનીય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org