Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
• 90
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (મુખ્ય) પેટા ભેદ ત્રણ છે. પેટાના પેટા ભેદ અનેક વિધ છે તેમ ભાષ્યમાં કહ્યું છે.
र अङ्गानि-उपाङ्गानि च यस्य कर्मण उदयात् निर्वर्त्यन्ते तदङ्गोपाङ्गनामकर्म । પિનિર્માણ નામકર્મ૪ શરીરમાં અંગ પ્રત્યંગોને યથોચિત સ્થાને ગોઠવનાર કર્મતે નિર્માણ નામકર્મ છે.
# જે કર્મના ઉદય થી શરીરમાં અંગ ઉપાંગ પોતાની જગ્યાએ વ્યવસ્થિત રહે છે, તેને નિર્માણ નામકર્મ કહે છે. તેનેસૂત્રધારની ઉપમાં અપાયેલી છે. જેમ ચિત્રકાર કે શિલ્પી ચિત્ર અથવા મૂર્તિમાં હાથ પગ આદિ અવયવોનું યથા સ્થાન ચિતરે છે અથવા બનાવે છે તેવીજ રીતે નિર્માણ નામકર્મ શરીરના અવયવોનું નિયમન ઉરે છે. જો આ કર્મ ન હોય તો હાથને સ્થાને હાથ કે માથા ના સ્થાને માથું રહી શકે નહી.
2 जातिलिङ्गाकृतिव्यवस्थानियामक निर्माणनाम
જાતિ-એકેન્દ્રિયાદિ લક્ષણોવાળી પાંચ કહી છે, તે જાતિમાં લિંગ અને આકૃત્તિની વ્યવસ્થાનું નિયમન આકર્મ કરે છે.
જેમકે લિંગ એટલે સ્ત્રિ,પુરુષ નપુંસક ની ઓળખ માટેની જે અસાધારણ આકૃત્તિ અથવા અવયવ રચના, તેનું જે નિર્માણ કરે છે તેનું નિર્માણ નામકર્મ કહેવાય છે.
પ્રાસાદ વગેરેના નિર્માણના કલા કૌશલ્યના જાણકાર શિલ્પી જેમ પ્રાસાદના એક એક અંગ-ઉપાંગ આદિનું કુશળતાથી નિર્માણ કરે છે. તે રીતે બધા જીવોના પોત પોતાના શરીરઅવયવઆદિના વિન્યાસનું નિયમન નિર્માણ નામકર્મ કરે છે.
[]બંધન નામકર્મ
# પ્રથમ ગૃહીત ઔદારિક આદિ પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતાં તેવા પુદ્ગલોનો સંબંધ કરી આપનાર કર્મતે બંધન નામકર્મ.
# જે કર્મના ઉદય થી પ્રથમ ગ્રહણ કરેલા ઔદારિક આદિ શરીરના પુદ્ગલોની સાથે ગૃહ્ય માણ વર્તમાનમાં ગ્રહણ કરાતા ઔદારિક આદિ પુદ્ગલો નો આપસમાં સંબંધ થાય છે. તેને બંધનનામકર્મ કહે છે જેને પાંચ કે વિકલ્પ પંદર ભેદ કર્મગ્રન્થમાં કહેવાયા છે. પણ સ્વપજ્ઞ ભાષ્યમાં તેના ભેદ કહ્યા નથી. અને ભાષ્યાનુસારીણી ટીકાતેના પાંચ ભેદનો ઉલ્લેખ કરે
* શરીર નામકર્મના ઉદયથી ગ્રહણ કરાયેલા કે ગ્રહણ કરાતા તેને યોગ્ય જે પુગલોનું -આત્મ પ્રદેશ સ્થિત એવા શરીર આકાર રૂપે પરિણમેલા પુદ્ગલોમાં પરસ્પર ગાઢ જોડાણફરી વિયોગ ન થાય તેવા લક્ષણ વાળો જે સંયોગ થવો અને કાષ્ઠ ના ટુકડા જેવો સંશ્લેષ થઈ જવો તે બંધન નામકર્મ. જો તેમ ન થાય તો રેતીના પુરુષની જેમ શરીરો વેરાઈ જાય. પરંતુ શરીરો છૂટા ન પડી જતા જે બધ્ધ સ્વરૂપે દેખાય છે અને રહે છે. તેનું કારણ બંધન નામકર્મ.
૪ જેવીરીતે લાખ,ગુંદ, આદિ ચીકણા પદાર્થો થી બે વસ્તુઓ પરસ્પર જોડવામાં આવે છે, તેવી જ રીતે બંધન નામકર્મ, શરીર નામકર્મની શકિતથી પ્રથમ ગ્રહણ કરેલા શરીર પુદ્ગલોની સાથે વર્તમાન સમયમાં જેનું રહણ થઈ રહ્યું છે. એવાશરીરપુદ્ગલોને બાંધી દીએછે.
જો બંધન નામકર્મનહોય તો શરીરાકાર પરિણત પુદ્ગલોની એવી અવ્યસ્થા થઈ જાત કે પાણી નાંખીને બાંધ્યા વગરનો લોટ જેમ હવા આવવાથી ઉડી જાય તેમ આ પુદ્ગલો વેર વિખેર થઈ જાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org