Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨
[૩૨] સૂક્ષ્મ નામકર્મ
$ જેના ઉદય થી ચર્મચક્ષુને અગોચર એવા સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય તે સૂક્ષ્મ નામકર્મ કહેવાય
# જે કર્મના ઉદયથી જીવને એટલું બધું સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થાય છે જે શરીરનતો પોતે કોઇને રોકે કે ન કોઇથી રોકાય તેને સૂક્ષ્મ નામકર્મ કહે છે. આ નામકર્મ વાળા જીવો પૃથ્વીકાયાદિ પાંચ છે, તે સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, પણ નરી આંખે જોઈ શકાતા નથી.
र सूक्ष्मशरीर निर्वतकं सूक्ष्मनाम । [૩૩]બાદર નામકર્મ -
૪ જેના ઉદય થી જીવોનાં ચર્મચક્ષુને ગોચર એવા બાદર શરીરની પ્રાપ્તિ થાય છે તે બાદર નામકર્મ કહેવાય
૪ જે કર્મના ઉદય થી જીવ બાદર અર્થાત પૂલ થાય છે તે બાદર નામકર્મ કહેવાય છે. આંખે દેખી શકેતે બાદ એવો અર્થ અહીં સ્વીકારેલ નથી સિધ્ધસેનીયટીકામાં પણ સ્વીકારેલ નથી. બાદરનામકર્મ પૃથ્વીકાયાદિ જીવોમાં બાદર પરિણામોને ઉત્પન્ન કરે છે અને એકઠા થવાથી આ જીવો અભિવ્યકત થઈ શકે છે. સૂક્ષ્મ જીવો કદાપી જોઈ શકાતા નથી.
बादरशरीरनिर्वर्तकं बादरनाम । बादरं-स्थूलं [૩૪]પર્યાપ્તિ નામકર્મ# જેના ઉદય થી પ્રાણી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરે તે પર્યાપ્ત નામકર્મ કહેવાય છે. ૪ કર્મના ઉદયથી જીવ પોત-પોતાની પર્યાપ્તિઓથી યુકત હોય છે તે પર્યાપ્ત નામકર્મછે.
જે શકિત દ્વારા યુગલો ને ગ્રહણ કરવાનું તથા તેનું આહાર-શરીરાદિના રૂપમાં ફેરવી નાખવાનું કાર્ય થાય છે તે શકિતને પર્યાપ્તિ કહે છે. જેના કર્મગ્રન્થ-પ્રકરણ ગ્રન્થોમાં છ ભેદ પ્રસિધ્ધ છે પણ સ્વીપજ્ઞ ભાષ્યમાં તેના પાંચ ભેદ કહ્યા છે કેમ કે મન:પર્યાપ્તિ નો સમાવેશ ઇન્દ્રિય પર્યાપ્તિમાં થઈ જાય છે છતાં કેટલાંક મન:પર્યાપ્તિ જુદી ગણે છે તો છે પર્યાપ્તિ થાય છે તેમાં કોઈ દોષ નથી.
૪ પર્યાપ્ત: શિય પરસાત: ગાભન: | [૩૫]અપર્યાપ્તિ નામકર્મછે જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી શકે તે અપર્યાપ્તિનામ કર્મ. र अपर्याप्तिनिर्वर्तकमपर्याप्तिनाम । [૩૬] સ્થિર નામકર્મ # જેના ઉદય થી હાડકાં દાંત આદિ સ્થિર અવયવો પ્રાપ્ત થાય તે સ્થિર નામકર્મ.
# જે કર્મના ઉદય થી શરીરના અવયવો જેવાકે દાંત, હાડકાં વગેરે સ્થિર અર્થાત નિશ્ચલ રહી શકે છે તેને સ્થિર નામકર્મ કહે છે.
4 स्थिरत्वनिर्वर्तकं स्थिरनाम । [૩૭]અસ્થિર નામકર્મ૪ જેના ઉદય થી જિહવા વગેરે અસ્થિર અવયવો પ્રાપ્ત થાય તે અસ્થિર નામકર્મ
૪ જે કર્મના ઉદયથી કાન,આંખ,પાંપણ, જીભ આદિ અવયવો અસ્થિર અર્થાત ચપળ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org