Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨
૭૫
જે કર્મના ઉદય થી જીવની ચાલ હાથી અગર બળદ જેવી શુભ હોય અથવા ઉંટ કે ગધેડા જેવી અશુભ હોય છે તેને વિહાયોગતિ નામકર્મ કહે છે. જેના બે ભેદ કર્મગ્રન્થમાં કહ્યા છે,જયારે સ્વોપજ્ઞ ભાષ્યમાં તેના ભેદ કહ્યા નથી. જયારે ટીકામાં બે ભેદ કહ્યા છે
જેના નિમિત્તથી આકાશમાં ગમન કરવાની યોગ્યતાં પ્રાપ્ત થાય છે તેને વિહાયોગતિ નામકર્મ કહ્યું છે. આ યોગ્યતા બે પ્રકારની કહી છે (૧)લબ્ધિ પ્રત્યય (૨)શિક્ષધ્ધિ પ્રત્યય. બ્ધિ:-રેવાડીનાં દેવત્વ ત્તિ વિનાવિની।
शिक्षया रध्धि: शिक्षर्धिः तपस्वीनां प्रवचनम् अधीयानानां विद्यादि-आवर्तन प्रभावाद्वा [૨૨]પ્રત્યેક શરીર નામકર્મઃ
જેના ઉદયથી દરેક જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય તે પ્રત્યેક શરીરનામકર્મ કહેવાય.
જે કર્મના ઉદય થી એક શરીરનો સ્વામી એક જ જીવ હોય છે, તેને પ્રત્યેક નામકર્મ કહેછે. 3. પૃથારીનિર્વર્તવું પત્યેવશરીરનામ આ શરીર બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિયઅને પંચેન્દ્રિય ને તો હોય જ છે તદુપરાંત પ્રત્યેક વનસ્પતિકાય એકેન્દ્રિયજીવને પણ હોય છે. કેમ કે પ્રત્યેક વનસ્પતિ જીવનું મૂળ –સ્કન્ધ -શાખા- પ્રશાખા-છાલ -પત્ર-પુષ્પ –ફળ વગેરે નું પૃથક્શરીર હોય છે
[૨૩]સાધારણ શરીર નામકર્મ:
જેના ઉદય થી અનંત જીવો વચ્ચે એક સાધારણ શરી૨ પ્રાપ્ત થાય તે સાધારણ શરીર નામકર્મ કહેવાય છે.
જે કર્મના ઉદય થી અનંત જીવ એક શરીરના સ્વામી બનેતે સાધારણ શરીર નામકર્મ. અને ગીવસાધારણશરીનિર્વર્ત સાધારણશરીરનામ નિગોદ ના કે અનંતકાય વનસ્પતિ ના જીવોને આ શરીર હોય છે. [૨૪]ત્રસનામ કર્મ:
જે કર્મ ના ઉદય થી સ્વતંત્ર પણે ગમન કરવાની શકિત પ્રાપ્ત થાય તે ત્રસનામ. જે કર્મના ઉદય થી જીવને ત્રસકાય ની પ્રાપ્તિ થાય તે ત્રસનામકર્મ. ત્રસમાનિર્વર્તન ત્રસનામ-તેના ઉદય થી ગતિ આદિક્રિયાનો સંભવ થાય છે. જેગમન
ક્રિયા બે રીતે કહી છે. ત્રસનામ કર્મના જીવોને ત્રસનામ કર્મના ઉદય થી તથા સ્વાભાવિક, તેમાં બેઇન્દ્રિય આદિ જીવોનેત્રસનામકર્મના ઉદયથી ગતિ થાય છે. જયારે તેઉકાય-વાયુકાય ને આ ગતિ સ્વભાવિક રીતે થાય છે. ત્રસનામ કર્મના ઉદય થી નહીં.
[૨૫]સ્થાવર નામકર્મ:
જે કર્મના ઉદય થી સ્વતંત્રપણે ગમન કરવાની શકિત પ્રાપ્ત ન થાય તે સ્થાવર નામકર્મ જે કર્મના ઉદય થી જીવ સ્થિર રહે,અર્થાત્ શરદી ગરમીથી પોતાની જાતને બચાવવાનીકોશિષ કરી શકે નહીં, તેસ્થાવર નામકર્મ કહેવાય છે પૃથ્વીકાયાદિ પાંચને સ્થાવર નામકર્મ ઉદય હોય છે,જો કે ઉકાય-વાયુકાયના જીવોમાં સ્વાભાવિક ગતિ હોય છે. પણબે ઇન્દ્રિય આદિ જીવોની માફક શરદી-ગરમીથી બચવા માટેની વિશિષ્ટ ગતિ તેઓમાં હોતી નથી.
સ્થાવરમાŕનવર્તનું સ્થાવરનામ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org