Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નામકર્મ. તાત્પર્ય એ કે જયારે જીવને આ નામકર્મનો ઉદય હોય ત્યારે તે એટલો બધો પ્રબલ પ્રતાપી દેખાય કે મોટા મોટા બળવાન સત્તાધારીઓ, બુધ્ધિમાનો,વિદ્વાનો અને વિરોધીઓ પણ તેની વાત માને, તેને જોતાં જ મોટા ભાગના અંજાય જાય.
2 परत्रांसप्रतिघातादिजनकं पराघातनामकर्म [૧૮]આતપ નામકર્મx અનુષ્ણ શરીરમાં ઉષ્ણ પ્રકાશનું નિયામક કર્મ તે આતપનામકર્મ
જે કર્મના ઉદયથી જીવનું શરીર સ્વયં ઉષ્ણ ન હોવા છતાં ઉષ્ણ પ્રકાશ આપે તેને આતપનામકર્મ કહે છે. સૂર્યમંડળના બાદરએકેન્દ્રિય પૃથ્વીકાય જીવોનું શરીર ઠંડુ હોય છે પણ તે જીવોને આતપ નામકર્મનો ઉદય હોવાથી ઉષ્ણ પ્રકાશ આપે છે સૂર્ય મંડળના જીવો સિવાય અન્ય કોઇને આતપ નામકર્મોદય હોઈ શકે નહીં
& જો કે અગ્નિકાયના જીવોનું શરીર પણ ઉષ્ણ પ્રકાશ આપે છે. પરંતુ તે આપ નામકર્મના ઉદયથી નહીં, પણ ઉષ્ણ સ્પર્શ નામકર્મના ઉદય થી તેનું શરીર ઉષ્ણ હોય છે અને લાલ વર્ણ નામ કર્મ ના ઉદય થી તે પ્રકાશ આપે છે.
2 आतपसामर्थ्यजनकम् आतपनाम [૧૯]ઉદ્યોત નામકર્મ - ૪ શીત પ્રકાશનું નિયામક કર્મ તે ઉદ્યોતનામકર્મ.
# જે કર્મના ઉદય થી જીવનું શરીર ઉષ્ણ સ્પર્શ રહિત અર્થાત શીત પ્રકાશ ફેલાવે છે, તે ઉદ્યોત નામકર્મ કહેવાય છે.
લબ્ધિધારી મુનિ જયારે વૈક્રિય શરીર ધારણ કરે છે, ત્યારે તેના શરીરમાંથી શીતલ પ્રકાશ નીકળે છે. તે આ ઉદ્યોત નામકર્મના ઉદય થી સમજવો. તે જ રીતે દેવ જયારે પોતાના મૂળ રૂપમાંથી ઉત્તર વૈક્રિય શરીર ધારણ કરે છે ત્યારે તે શરીરમાંથી શીતલ પ્રકાશ નીકળે છે. તે ઉદ્યોત નામકર્મના ઉદય થી ચંદ્રમંડળ-નક્ષત્ર મંડળના પૃથ્વીકાય જીવોના શરીરમાંથી જે શીતલ પ્રકાશ નીકળે છે તે પણ ઉદ્યોત નામકર્મના ઉદય થી સમજવું.
એવી જ રીતે જુગનૂ અર્થાત આગીયા, રત્ન તથા પ્રકાશવાળી જે જે વસ્તુઓ હોય તેના જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય સમજવો.
र प्रकाशसामर्थ्यजनकम् उद्योतनाम । [૨૦]ઉચ્છવાસ નામકર્મ - - * શ્વાસ લેવા મુકવાની શકિતનું નિયામક કર્મ તે શ્વાસોચ્છવાસનામકર્મ.
# જે કર્મના ઉદય થી જીવ શ્વાસોચ્છવાસ લબ્ધિ થી યુકત બને છે, તેને ઉશ્વાસ નામકર્મ કહે છે. શરીરની બહારની હવાને નાસિકા દ્વારા અંદર ખેંચવી તે શ્વાસ અને શરીર ની અંદરની હવાને નાસિકા દ્વારા બહાર કાઢવી તે ઉવાસ. આ બન્ને કાર્ય કરનારી શકિત વિશેષને ઉચ્છવાસ નામકર્મ કહે છે.
र प्राणापानपुद्गलग्रहणसामर्थ्यजनकम् उच्छ्वासनाम । [૨૧] વિહાયોગતિ નામકર્મ$ પ્રશસ્ત અને અપ્રશસ્ત ચાલનું નિયામક કર્મતે વિહાયોગતિ નામકર્મ કહેવાય છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only