Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨
$ આ કર્મના ચાર ભેદ કર્મગ્રન્થમાં કહ્યા છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં ચાર ભેદનો સ્પષ્ટ નિર્દેશ નથી પણ ભાષ્યાનુસારી ટીકામાં ગતિના ચાર ભેદો નો ઉલ્લેખ આવી જાય છે.
# સ્વોપજ્ઞ ભાષ્યમાં આ કર્મની બે વ્યાખ્યાઓ કરી છે(૧)સ્વમાન્યતાનુસાર (૨)અન્ય આચાર્યોના મતાનુસાર
(૧)સ્વમાન્યતાઃ- તૌડFglણ મનની વર્તમાનસ્ય તદ્ મુવમ્ માનુપૂત્રે तत्प्रापणसमर्थमानुपूर्वानाम इति ।
–તિ એટલે નારકાદિ ઉત્પત્તિ સ્થાન, કે જે ગતિ નામકર્મોદય થી પ્રાપ્ત થાય છે. ત્યાં આત્મશકિતએ કરીને જવાની ઇચ્છા વાળાજીવને જો વક્ર ગતિ પ્રાપ્ત થઈ હોય તો તે સમશ્રેણી એ ચાલ્યો જતો હોય ત્યારે જન્મસ્થાનથી ઉભુખ હોય તો આ કર્મ તેને સન્મુખ બનાવી ઉત્પત્તિ સ્થાન તરફ લઈ જાય છે. અને તે સ્થાન પ્રાપ્ત કરાવે છે
–આનુપૂર્વી એટલે ક્ષેત્ર સન્નિવેશ ક્રમ
(૨)અન્ય આચાર્ય નો મતઃ- નિર્માણ નામકર્મ દ્વારા જેનું યોગ્ય નિર્માણ થઇ ગયું છે એવા શરીરના અંગ ઉપાંગ જેના નિમિત્ત થી નિયમબધ્ધ- યોગ્ય સ્થાન ઉપરજ નિવેશિત રહે તેને આનુપૂર્વી નામકર્મ કહે છે.
[૧૫]અગુરુ લઘુનામકર્મ
1 જે કર્મના ઉદય થી શરીર ગુરુ કે લઘુ પરિણામ ન પામતાં અગુરુલઘુ રૂપે પરિણમે, તે કર્મ અગુરુલઘુનામ કર્મ છે
# જે કર્મના ઉદયથી જીવનું શરીર ભારે કે હળવું ન હોય તેને અગુરુલઘુનામ કર્મકહે છે. અર્થાત આ જીવોને શરીર એટલું ભારે નહોય કે તેને સંભાળવું કઠિન પડે, એટલું હલકું પણ ન હોય કે તેહવામાં ઉડવા માંડે તો પણ બચાવી શકાય નહીં. પરંતુ અગુરુ લઘુ પરિણામવાળું હોય છે
4 अगुरुलघुपरिणामनियामकम् अगुरुलघुनाम । [૧૦]ઉપઘાત નામકર્મ:
$ ચોર દાંત, રસોળી વગેરે ઉપઘાતકારી અવયવો પ્રાપ્ત કરાવનાર કર્મ તે ઉપઘાત નામકર્મ.
# જે કર્મના ઉદય થી જીવને પોતાના જ અવયવો જેમ કે છઠ્ઠી આંગળી, રસોળી વગેરે જે વધારાના અંગો કે ઉપાંગો પ્રાપ્ત થાય છે તે ઉપયોગી નહીં બનતા નડતરરૂપ થાય છે અર્થાત તે ઉપઘાત અથવા બાધા પહોંચાડનાર બને છે તેથી ઉપઘાત નામકર્મ કહેવાય છે.
સ્વપજ્ઞ ભાષ્યમાં વિકલ્પ બે વ્યાખ્યાઓ કરી છે ૧- જેના નિમિત્તથી પોતાના જ શરીરના અંગ કે ઉપાંગોનો ઘાત થાય છે મતાન્તરે
રજેના દ્વારા પોતાના પરાક્રમ-વિજય વગેરેનો ઉપઘાત થાય તેને ઉપઘાત નામકર્મ કહે છે. જને લીધે સમર્થ શરીર હોવા છતાં નીવીર્યતાને પામે છે તેમજ પોતાના વિજયને હણનાર થાય છે.
(૧૭પરાઘાત નામકર્મ - # દર્શન કેવાણીથી બીજાને આંજી નાખે એવી દશા પ્રાપ્ત કરાવનાર કર્મપરાઘાત નામકર્મ
# જે કર્મના ઉદય થી નબળા તો શું પણ બળવાન માણસો પણ જેને જીતી શકે નહીં અર્થાત તે આત્મા મહાનું કહેવાતા માણસોની દ્રષ્ટિએ પણ અજેય ગણાય, તે પરાઘાત For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International