Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્ર: ૧૨
૬૯ આ કારણથી અમે અભિનવટીકામાં તત્વાર્થસૂત્રનો ક્રમ જાળવી રાખેલ છે. તદુપરાંત સ્વોપજ્ઞ ભાષ્ય,સિધ્ધસેનીયટીકા અને હારિભદ્દીય ટીકા પણ આગમિક પરંપરાને જ સ્વીકારી. ને ચાલે છે. માટે અમે પણ આર્ષ પરંપરાને જ સ્વીકૃત ગણી છે.
(૨)કર્મગ્રન્થ-પરંપરાઃ- જે વિવેચકો એ કાર્મગ્રન્શિક પરંપરાને સ્વીકારી છે તેઓ માટે અમારું માનવું એ જ છે કે તેઓએ વર્તમાન કાળના અભ્યાસકર્તા જીવોને લક્ષમાં લીધા હશે અર્થાત્ કર્મગ્રન્થ પધ્ધતિના જાણકાર અભ્યાસીઓને સમજવામાં સરળતા પડે તેવા શુભ આશયથી જ આ વિવેચકોએ ૪૨ પ્રકૃત્તિનું વિભાગીકરણ કારખ્યિક પરંપરાનુંસાર કરેલ હશે
(૩)બંને પરંપરાનો સમન્વય થઈ જાય તેવા શુભ આશય થી અમે પણ તત્વાર્થ સૂત્રાનૂસાર વિવેચન કરીને છેલ્લે પરિશીષ્ટ રૂપે કર્મગ્રન્થ પધ્ધતિ ને અત્રે રજૂ કરી દીધેલ જ છે જેથી સમન્વય પધ્ધતિએ ઉભયાન્થોનું જ્ઞાન થઈ શકે.
= નામ કર્મની ૪૨-ઉત્તર પ્રવૃત્તિનું સ્વરૂપઃઆ તત્વાર્થ સૂત્ર-તથા કર્મગ્રન્થ ગાથા ૨૪ થી ૨૭ મુજબ
નોંધ:-અહીં ઉત્તર પ્રવૃત્તિનું જ વર્ણન છે તેના પેટા ભેદનું વર્ણન અહીં કરેલ નથી. તે વર્ણન આ ૪૨ ભેદો પુરા થયા પછી અલગ કર્યું છે. કર્મગ્રન્થકારે પણ આજ પધ્ધતિએ ગાથાઓ બનાવી છે જેમ કે પ્રથમ કર્મગ્રન્થ ગાથા ૨૪ થી ૨૭ માં ૪૨ ભેદ છે. પેટાભેદ ગા.૩૩ થી શરુ થાય છે.
[૧]ગતિનામ કર્મ
# સુખ દુઃખ ભોગવવા યોગ્ય પર્યાય વિશેષ સ્વરૂપ દેવાદિ ચાર ગતિઓ પ્રાપ્ત કરાવનાર કર્મ તે ગતિનામ કર્મ
# જે કર્મના ઉદય થી જીવ દેવ, નારક આદિ અવસ્થાને પ્રાપ્ત કરે તેને ગતિનામ કહે છે તેના ચાર પેટા ભેદ છે. [૨]જાતિ નામ કર્મ
એકેન્દ્રિયત્વથી લઇ પંચેન્દ્રિય સુધી સમાન પરિણામ અનુભવાવનાર કર્મ તે જાતિનામ કર્મ.
# જે કર્મના ઉદયથી જીવને એકેન્દ્રિય બેઈન્દ્રિય આદિ કહેવાય તેને જાતિ નામ કર્મ કહે છે. તેના પાંચ પેટા ભેદ છે. જો કે આ પાંચ પેટા ભેદના પણ અનેક વિધ પેટા ભેદો ભાષ્યમાં કહેલા છે [૩]શરીર નામ કર્મ
ઔદારિક આદિ શરીરો પ્રાપ્ત કરાવનાર કર્મ તે શરીર નામ કર્મ . * જે કર્મના ઉદયથી જીવને ઔદારિક વૈક્રિય આદિ શરીરની પ્રાપ્તિ થાય છે તેને શરીર નામકર્મ કહે છે. જેના પાંચ પેટા ભેદો સ્વપજ્ઞ ભાષ્યમાં કહેવાયા છે.
[૪]અંગોપાંગ નામકર્મ# શરીરગત અંગો અને ઉપાંગોનું નિમિત્ત નામકર્મ તે અંગોપાંગ નામકર્મ
# જે કર્મના ઉદય થી જીવને અંગ[માથ,પગ,વગેરે) અને ઉપાંગ [આંગળી,કપાળ વગેરેના આકારમાં પુગલો પરિણમન થાય છે તેને અંગોપાંગ નામકર્મ કહેવાય છે. જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org