Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
४
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 1 [6]અનુવૃત્તિ(૧)ગાયોજ્ઞાનાવર, સૂત્ર ૮:૫ થી યુઝ ની અનુવૃત્તિ (૨)પષ્યનવયવંશતિ સૂત્ર ૮:૬ થી વતુર ની અનુવૃત્તિ
O [7]અભિનવટીકા- સંસારી આત્માઓ ચાર ગતિમાં ચોર્યાસી લાખ યોનિમાં જન્મ મરણ કરતાં થકા આયુષ્યકર્મ પ્રમાણે ભટકતાં હોય છે. આ આયુષ્યકર્મ ની ચાર ઉત્તર પ્રવૃત્તિઓને આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ જણાવે છે.
જીવોની જાતિ પ્રમાણે તો આયુષ્ય કર્મના ઘણા પ્રકારો પડી શકે છે, પરંતુ તે બધાં પ્રકારોનો અહીં ચાર મુખ્ય ભેદોમાં સમાવેશ કરવામાં આવેલો છે વળી આર્ષ અને આગમ પરંપરા પણ ચાર ભેદનું જ કથન કરે છે.
સૂત્રકારે તો અહીં નારાદિ ચાર ભેદો જ જણાવેલા છે પણ પૂર્વોકત સૂત્ર ૫ તથા સૂત્રની અનુવૃત્તિ કરવાથી આ ચારે ભેદો મૂળ “આયુષ્યકર્મ એ મૂળ પ્રકૃત્તિ ની ઉત્તરકર્મ પ્રકૃત્તિ છે તેમ સ્પષ્ટ થાય છે. આખા ભવમાં ફક્ત એકજ વખત બંધાતા એવા આ કર્મની વિવિધ વ્યાખ્યા સિધ્ધસેનગણિજી આ પ્રમાણે જણાવે છે
a आनीयते शेषापकृतयस्तस्मिन्न उपभोगाय जीवेन इति आयुः प आनीयते वाऽनेन तद्भावान्तर्भावी प्रकृतिगण इति आयुः + आनयते वा शरीरधारणं प्रति बन्ध इति आयुः a आयुरेवआयुष्कम्
જૂનું શરીર છોડતાં તુરંતજ નવા શરીરનો સંયોગ પ્રાપ્ત કરાય છે, તે વ્યાપાર અને સંયોગનું નામ આયુષ્ય કહી શકાય છે. આ રીતે જે કર્મના ઉદયથી જીવ આયુષ્ય ભોગવી શકે અને નવા શરીરનો સંયોગ ટકાવી શકે તે આયુષ્યકર્મ.
આયુષ્યકર્મ શબ્દના જુદા જુદા અર્થ ઘટાવીને તેનું સ્વરૂપ એ પ્રમાણે બતાવ્યું છે કે. (૧)બાંધેલું આયુષ્ય અવશ્ય ઉદયમાં આવે જ.
(૨)ઉદયમાં પુરેપુરુ આવી ચૂક્યા પહેલાં જીવને તે શરીરમાંથી નીકળવાની ગમે તેટલી ઇચ્છા હોય તો પણ ત્યાંથી જવા ન દે.
(૩)ઉદયમાં આવ્યા પૂર્વેના શરીરમાં ગમે તેટલું રહેવું હોય તો પણ નવું આયુષ્યકર્મ તેને જુના શરીરમાં રહેવા ન દે.
(૪)આ રીતે આયુષ્યકર્મબેડી જેવું ગણેલ છે. તે કર્મના યોગે જીવને શરીર ધારણ કરવું જ પડે છે ચાતુર્મતિક સંસારમાં આયુષ્યના મુખ્ય ચાર ભેદઃ(૧)નારકાયુષ કર્મ# નારક શરીરમાં ટકાવી રાખનાર કર્મ. # જે કર્મના ઉદયથી નરકગતિનું જીવન પ્રાપ્ત થાય તે નારકાયુષ કર્મ.
જેના ઉદયથી તીવ્ર ઉષ્ણ વેદના વાળા નરકોમાં પણ દીર્ધ જીવન રહેવું પડે છે તે નરકાયુષ કર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org