Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
[10]નિષ્કર્ષ:-જેના ઉદયથી જીવને ભવાન્તરમાં અવશ્ય જન્મ ધારણ કરવો પડે છે.અને ચતુર્ગર્યાત્મક સંસારમાં ભટકવું પડે છે, તે આયુષ્યકર્મ.એક આયુપુર્ણ થાય અને બીજાનો આરંભ થાય છે મરણના અનન્તર સમયે વિગ્રહ ગતિમાં પરભવ સંબંધિ આયુનો ઉદય ચાલુ હોય છે.અને બંધાયેલ આયુકર્મ પોતાનું ફળ દીધા વિના છુટતું નથી.જેમકે એક વખત નરકાયુષ કર્મનો બંધ પડી જાય તો પછી ગમે તેટલો સુકૃત ક૨વા છતાં પણ નિકાચીત બંધ થયેલ નરકાયુષ કર્મ છુટી ન શકે. અવશ્ય તે જીવ નરકમાં જન્મ ધારણ કરવો જ પડે.
આ રીતે ઇષ્ટ-અનિષ્ટ જન્મ-મરણનાં ચક્કરમાં ફેરવનાર અને મોક્ષગતિથી દૂરને દૂર રાખનાર તથા પોતાના ઉદયે અન્ય કર્મોને પણ ઘસડી લાવનાર એવા આ આયુષ્ય કર્મને જયાં સુધી તોડવામાં-છોડવામાં નહીં આવે અર્થાત્ ક્ષય કરવામાં ન આવે ત્યાં સુધી જીવને કદાપી શાશ્વત સુખની પ્રાપ્તિ થવાની નથી.
અધ્યાયઃ૮ -સૂત્રઃ૧૨
[1] સૂત્ર હેતુ:-‘‘નામ કર્મ’’ મૂળ પ્રકૃતિની ૪૨ ઉત્તર પ્રકૃત્તિને આ સૂત્ર થકી નામનિર્દેશપૂર્વક સ્પષ્ટ કરે છે.
] [2]સૂત્ર:મૂળઃ-*Tતિજ્ઞાતિરીયજ્ઞોપાઽનિર્માળવધનસયાતસંસ્થાન સંહનન स्पर्शरसगन्धवर्णानुपूर्व्यगुरुलधूपघातपराघातातपोद्द्योतोच्छ्वासविहायोगतयः प्रत्येक . शरीरत्रससुभगसुस्वरशुभः सूक्ष्मपर्याप्तस्थिरादेययशांसिसेतराणितीर्थकृत्वं च । ] [3]સૂત્રપૃથક-ત-ત-શરીર-અકોપા, નિર્માણ-વન્ધન સડ્યાત સંસ્થાન સંહનનस्पर्श-रस- गन्ध-वर्ण-आनुपूर्व्य-अगुरुलघु-उपघात- पराघात - आतप उद्योत - उच्छवास विहायोगतयः प्रत्येकशरीर-स- सुभग- सुस्वर-शुभ-सूक्ष्म-पर्याप्त-स्थिर-आदेय-यशांसि-सेतराणि-तीर्थकृत्वं च [4]સૂત્રસાર:- [ આ સૂત્રની રજુઆત પધ્ધતિ તત્ત્વાર્થસૂત્ર અને કર્મગ્રન્થમાં અલગ અલગ રીતે કરાયેલી હોવાથી અહીં સૂત્રસાર પણ બે પધ્ધતિએ રજુ કરેલ છે.] [૧]અમારી સ્વીકૃત સૂત્રાર્થ પધ્ધતિએ-તત્ત્વાર્થ મૂળ સૂત્રાનુસાર. [૨]કર્મગ્રન્થના અભ્યાસીઓને લક્ષમાં લઇ કર્મગ્રન્થ પધ્ધતિ મુજબ. તત્ત્વાર્થ-મૂળ સૂત્રાનુસારઃ
[નામ કર્મના ૪૨ ભેદ અર્થાત્ ૪૨ ઉત્તર પ્રકૃત્તિ કહેલી છે ૧-ગતિ, ૨-જાતિ, ૩-શરીર, ૪-અંગોપાંગ, ૫-નિર્માણ, ૬-બંધન, ૭-સંઘાત, ૮-સંસ્થાન,૯-સંહનન,૧૦-સ્પર્શ, ૧૧-૨સ, ૧૨-ગંધ, ૧૩-વર્ણ, ૧૪-આનુપૂર્વી, ૧૫-અગુરુલઘુ, ૧૬-ઉપઘાત, ૧૭-પરાઘાત, ૧૮-આતપ, ૧૯-ઉદ્યોત, ૨૦-ઉચ્છ્વાસ,૨૧-વિહાયો ગતિ,તિથા પ્રતિપક્ષ સહિત અર્થાત્]-૨૨-પ્રત્યેક અને
गतिजातिशरीराङ्गोपाङ्ग निर्माणबन्धनसङ्घातसंस्थानसंहननस्पर्शरसगन्धवर्णानुपूर्व्यगुरुलधूपघात घराघातातपोद्घोतोच्छ्वासविहायोगतयः प्रत्येक शरीरत्रससुभगसुस्वरशुभः सूक्ष्मपर्याप्तस्थिरा देययशांसिसेतराणितीर्थकृत्वं ૬ ।એ પ્રમાણે નું સૂત્ર દિગમ્બર પરંપરા માં છે.
Jain Education International
For Private & Personal Use Only
⭑
www.jainelibrary.org