Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૯
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૦ થયા છે તે જીવ સિધ્ધિગતિમાં જ જાય છે.
કષાયોની સ્થિતિ નિરંતર કેટલો કાળ રહે તે કાળ મર્યાદા (૧)અનંતાનુબંધી કષાયઃ- જીવનના અંત સુધી રહે છે (૨)અપ્રત્યાખ્યાની કષાય:- એક વર્ષ સુધી રહે છે. (૩)પ્રત્યાખ્યાનાવરણ કષાય - ચાર મહિના સુધી રહે છે (૪)સંજ્વલન કષાય:-વધુમાં વધુ ૧૫ દિવસ સુધી રહે છે
કષાયની આ સ્થિતિ કે દૃષ્ટાન્તોમાં સમજાવેલી નરકાદિ ગતિ વ્યવહારનયની અપેક્ષાએ સમજવી. નિશ્ચયથી સદા-સર્વદા આમ જ બને તેમ “જ'' કાર પૂર્વક કહેવું નહીં, કેમ કે દેશવિરતિ તિર્યંચ કે મનુષ્યો પણ દેવગતિમાં ઉત્પન્ન થતા હોય છે. એ જ રીતે પ્રત્યાખ્યાની ના ઉદયવાળા સમકિતી જીવો પણ દેવગતિમાં ઉત્પન્ન થાય છે અને અનંતાનુબંધી કષાયના ઉદયવાળા તાપસ વગેરે અકામ નિર્જરા ના બળે પણ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
ગતિના આધાર તરીકે મૃત્યુ વખતે કોને કયા પ્રકારના કષાયોનો ઉદય છે તે મહત્વનું નથી પણ આયુષ્યના બંધ વખતે કોને ક્યા કષાયના ઉદય છે તેને આધારે ગતિનો નિર્ણય થાય છે
* નોકષાય વેદનીય અર્થાત્ નોકષાય ચારિત્ર મોહનીયઃ
# જે કયાંય નથી પરંતુ કષાયની સાથે જ જેનો ઉદય થાય છે અથવા કષાયોને ઉત્પન્ન કરવામાં તથા ઉત્તેજીત કરવામાં જે સહાયક બને છે તેને નોકષાય કહે છે.
र कषायसहवर्तित्वात् कषायप्रेरणादपि । हास्यादि नव कस्योकता, नोकषाय कषायता
3 અહીં ‘ના’ શબ્દનો અર્થ સાથે રહેવું સાહચર્ય છે. જે કષાયોની સાથે રહી પોતાનું ફળ બતાવે તે નો કષાય. નો કષાયનો ફળ વિપાક કષાયોના આધારે હોય છે. કષાય ના વિપાકની તીવ્રતા કે મંદતા અનુસાર નોકષાય વિપાકની તીવ્રતા મંદતા જાણવી
અથવા “નો' એટલે પ્રેરણા. જે કષાયોને પ્રેરણા કરે, કષાયોના ઉદયમાં નિમિત્ત બને તે નો કષાય. જેના નવ ભેદ સૂત્રકારે કહ્યા છે અને વ્યવહારમાં હાસ્યાદિષક અને વેદત્રિક તરીકે પ્રસિધ્ધ છે
(૧)હાસ્ય-નોકષાય ચારિત્ર મોહનીય] ૪ હાસ્ય પ્રકટાવનાર પ્રકૃત્તિ વાળું કર્મ તે હાસ્ય મોહનીય
# જે કર્મના ઉદયથી કારણ વશ અર્થાત્ કુતૂહલી માણસની ચેષ્ટા જોઈને કે વાત સાંભળીને અથવા વિના કારણ-કારણના સ્મરણમાત્ર થી હસવું આવે તે હાસ્યમોહનીય કર્મ
(૨)રતિઃ-[નોકષાય ચારિત્ર મોહનીય # કયાંય પ્રીતિ ઉપજાવનાર કર્મ તે રતિ મોહનીય
જે કર્મના ઉદયથી કારણ વશ કે વિના કારણે કોઇપણ પદાર્થમાં અનુરાગ કે પ્રેમ હોય તેની પ્રાપ્તિ કે વિચારને સ્મરણના કારણે મન ખુશ રહે તે રતિ-મોહનીય કર્મ કહેવાય.
(૩)અરતિઃ નોકષાય ચારિત્રમોહનીય જ કયાંક અપ્રીતિ ઉપજાવનાર કર્મ તે અરતિ મોહનીય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org