Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ જે કર્મના ઉદયથી કારણ વશ અથવા વિના કારણ પદાર્થ પ્રતિ અપ્રીતિ થાય, દ્વેષ થાય અને તનમનમાં બેચેની રહે તે અતિ મોહનીય કર્મ કહેવાય છે
(૪)શોક [નોકષાય ચારિત્ર મોહનીય
0
શોક શીલતા આણનાર કર્મ તે શોક મોહનીય
જેકર્મના ઉદયથી કારણ વશ અથવા વિના કારણ જીવને શોક થાય તે શોક મોહનીય કર્મ. (૫)ભઃ-[નોકષાય ચારિત્ર મોહનીય
ભયશીલતા આણનાર કર્મ તે ભય મોહનીય.
જે કર્મના ઉદયથી કારણ વશ કે વિના કારણ જીવને ભય લાગે તે ભય મોહનીય (૬)જુગુપ્સાઃ-[નોકષાય ચારિત્ર મોહનીય
ધૃણાશીલતા કે દુગંચ્છા આણનાર કર્મ તે જુગુપ્સા મોહનીય
જે કર્મના ઉદય થીકારણ વશ અથવા વિના કારણ માંસ, વિષ્ટા આદિ બીભત્સ પદાર્થો જોઇને ધૃણા કે સૂગ ઉત્પન્ન થાય તેને જુગુપ્સા મોહનીય કર્મ કહેવાય છે. (૭) સ્ત્રીવેદઃ
ૐ સ્ત્રેણ ભાવની વિકૃતિ પ્રગટાવનાર તે સ્ત્રીવેદ
જે વેદ ના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે ભોગ ભોગવવાની ઇચ્છા થાય છે તે સ્ત્રીવેદ કર્મ કહેવાય છે. જેમ સુકાઇ ગયેલ છાણને જેમ જલાવવામાં આવે તેમ વધુ સળગે એ જ રીતે પુરુષના કર સ્પર્શ આદિ વ્યાપારો થી સ્ત્રીની પુરુષેચ્છા વધતી જાય છે.
(૮)પુરુષવેદઃ
પારુષ ભાવની વિકૃતિ પ્રગટાવનાર તે પુરુષવેદ.
જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રીની સાથે રમણ કરવાની ઇચ્છા થાય તેને પુરુષવેદ કહે છે. આ વેદની અભિલાષાને માટે તૃણાગ્નિનું દૃષ્ટાન્ત અપાય છે. જેમ ઘાસ સળગે પણ જલ્દી અને શાંત પણ જલ્દી થાય છે તેમ.
(૯)નપુંસક વેદઃ
નપુંસક ભાવની વિકૃત્તિ પ્રગટાવનાર કર્મ તે નપુંસકવેદ.
જે કર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્નેની સાથે રમણ કરવાની ઇચ્છા થાય તે નપુંસક વેદકર્મ. જેને નગરદાહ ની ઉપમા આપી છે નગરમાં ફેલાવેલ આગને બુઝાવતા દિવસો લાગે છે તેમ આ વેદ ઉત્પન્ન થયા પછી તૃપ્તિ થતાં ઘણો સમય લાગે છે.
* મોહનીય કર્મ પ્રકૃત્તિ ની સંખ્યા સંબંધે સ્પષ્ટતાઃ
અહીં તત્વાર્થ સૂત્રકારે મોહનીય કર્મની ઉત્તર પ્રકૃત્તિની સંખ્યા ૨૮ ની જ કહેલી છે કર્મગ્રન્થ કે કર્મપ્રકૃત્તિ અનુસાર મોહનીયકર્મની બંધ યોગ્ય પ્રકૃત્તિ ૨૬ કહી છે તેમજ મોહનીય કર્મની ઉદય યોગ્ય પ્રકૃત્તિ ૨૮ કહી છે
~ મોહનીય કર્મની ઉદીરણા યોગ્ય પ્રકૃત્તિ ૨૮ કહી છે.
– મોહનીય કર્મની સત્તા યોગ્ય પ્રકૃત્તિ ૨૮ કહી છે.
સૂત્રકાર મહર્ષિ સ્વયં સૂત્રમાં કે સ્વોપજ્ઞ ભાષ્યમાં આ કર્મ પ્રકૃત્તિ બંધ- ઉદયે ઉદીરણા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org