Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૮ સૂત્ર: ૧૦.
પ૭ રાજિ સર્દિશ ક્રોધ-જેને કર્મગ્રન્થ માં સંજ્વલન ક્રોધ કહે છે.
આ પ્રકારે ક્રોધ સાથે મરણ પામે તે જીવદેવગતિને પામે છે. જે જીવ આચારમાંથી એકે પ્રકારે ક્રોધથીયુકત ન હોય અથવા જેનો ક્રોધ કષાય સર્વથા નાશ પામ્યો હોયતે જીવનિયમથી નિર્વાણપદ અર્થાત મોક્ષને પ્રાપ્ત કરે છે.
જ ચાર પ્રકારના દ્રષ્ટા થી માનનું સ્વરૂપ - ક્રોધની માફક માનના ચાર ભેદઃ૧- શૈલ સર્દશમાનઃ
પત્થર જેવા અક્કડ માનને શૈલ સ્તંભ સર્દશ માને કહ્યું છે. જેમ પત્થરનો સ્તંભ ગમે તેટલા ઉપાયોછતાં નમતો કેવળતો નથી. તેવીજ રીતે આવુંમાનજીનવપર્યન્ત દૂર કરી શકાતું નથી કર્મગ્રન્થમાં આવા માનને અનંતાનુંબન્ધી માન કહેલું છે.
આ પ્રકારના માન સાથે મરણ પામનાર જીવનરકગતિ પામે છે
૨- અસ્થિ સ્તંભ સર્દશ માનઃ- હાડકાનો બનેલ થાંભલો હોય તો તેને નમાવવા ઘણી મહેનત કરવી પડે છે. તે રીતે જે માન ઘણા વિલંબે,કષ્ટ કે પરશ્રિમથી દૂર કરી શકાય અર્થાત આવા જીવને ઘણા ઉપાયે નમાવી શકાતા હોવાથી તે માનને અસ્થિ સ્તંભ સમાન કહ્યું છે. કોઇપણ નિમિત્ત પ્રાપ્ત કરી ઉત્પન્ન થયેલ માન વધુમાં વધુ એક વર્ષ પર્યન્તમાં મહાકાષ્ટ નિવારી શકાય છે. આ માનને કર્મગ્રન્થમાં અપ્રત્યાખ્યાની માને કહ્યું છે
આવા માન કષાયના ઉદય સાથે મરણ પામનાર જીવ તિર્યંચગતિમાં જાય છે. ૩-દારુ સ્તંભ સર્દશ માન
લાકડાનો સ્તંભ હોય તેને તેલ, પાણી વગેરેના પ્રયોગ થકી નમાવી કે વાળી શકાય છે. તેવીજ રીતે જે જીવનો માન કષાય ઉપાયો કરતાં મુશ્કેલીથી પણ દૂર થઈ શકે છે તેને દારુસ્તંભ સર્દશ માન કહ્યું છે જે અઠવાડીયે પક્ષે-મહિને કે ચાર મહિને પણ દૂર થાય છે. આવા માનને કર્મગ્રન્થમાં પ્રત્યાખ્યાનાવરણ માન કહ્યું છે.
આવા માન કષાયના ઉદય સાથે મરણ પામનાર મનુષ્યગતિમાં જાય છે ૪-લતાસ્તંભ સર્દશ માનઃ
વેલનો સ્તંભ સૌથી વધુ નમ્ર હોય છે જેમ વેલને ગમે ત્યારે સહેલાઈથી વાળી શકાય છે તે રીતે જે જીવનો માન કષાય શીઘદૂર થઈ શકે છે તેને લતા સ્તંભ સર્દશ માન કહેલું છે, જે ઉત્પન્ન થતાં ની સાથે અથવા નમ્રતા કે માર્દવતા પૂર્વકથોડી વારમાં નષ્ટ પામે છે. જેને કર્મગ્રન્થમાં સંજ્વલન માન કહ્યું છે આવા માનકષાયના ઉદય સાથે મરણ પામનાર દેવગતિમાં જાય છે.
- ક્રોધ અને માન ની જેમ તીવ્રતાની દ્રષ્ટિએ તીવ્ર-મધ્ય-વિમધ્ય પ્રદ એવા ચાર ભાવો માયા કષાયમાં પણ દૂષ્ટાન્ન થી જણાવેલા છે.
૧-વંશકુણ સર્દશી માયા-વાંસની ગાંઠમાં રહેલું વાંકાચુંકા પણ જેમ કોઇપણ ઉપાયથી દૂર કરી શકાતું નથી તેવીજ રીતે જે માયા કોઈપણ ઉપાયે દૂર થઈ શકતી નથી તેવંશકુણ સર્દશી માયા કહેવાય છે કર્મગ્રન્થમાં તેને અનંતાનુબંધી માયા કહી છે.
આ માયા કષાય સાથે મૃત્યુ પામનાર નરક ગતિમાં જાય છે ર-મેષવિષાણસર્દશીમાયા- ઘેટાના શીંગડા જેવી આ માયાછે. જેમ ઘેટાના શીંગડાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org